નવી દિલ્હી : ચૂંટણી પંચે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી વિરુદ્ધ કડક ટીપ્પણી કરતા તેમના ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ મેનકા ગાંધી પર પણ 48 કલાક માટે પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ મંગળવારે સવારે 10 વાગ્યાથી ચાલુ થશે. પ્રતિબંધ દરમિયાન આ નેતા ન તો રેલી કરી શકશે અને ન તો કોઇ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો પ્રચાર કરી શકશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદિત ટીપ્પણી કરવા બદલ બે દિગ્ગજ નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. જેમાં બસપા પ્રમુખ માયાવતી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર ચૂંટણી પ્રચાર મુદ્દે પ્રતિબંધ લગાવી દીધો છે. બંન્ને પર ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.


શું છે આઝમ ખાન-મેનકા ગાંધીનું નિવેદન
સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રામપુર લોકસભા સીટનાં સપા ઉમેદવાર આઝમ ખાને જયા પ્રદાનું નામ લીધા વગર વિવાદિત નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું કે, જેમને અમે આંગળી પકડીને રામપુર લાવ્યા, પોતાનાં 10 વર્ષ જેમના પ્રતિનિધ્તવ કરાવ્યું, તેની અસલીયત સમજવામાં તમને 17 વર્ષ લાગ્યા, હું 17 દિવસમાં ઓળખી ગયો હતો કે તેમનું...વેર ખાખી કલરનું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રામપુર સીટથી ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર જયા પ્રદા છે. 

બીજી તરફ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ સુલ્તાનપુરમાં ચૂંટણી રેલી દરમિયાન વિવાદિતન નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જે વિસ્તારમાં તેમને સૌથી વધારે સીટો મળશે તેઓ ત્યાના લોકોનું પહેલું કામ કરશે. આ ઉપરાંત અન્ય એક રેલીમાં મેનકા ગાંધી મુસ્લિમ સમાજ મુદ્દે પણ વિવાદિત ટીપ્પણી કરી હતી જેના કારણે વિવાદ પેદા થઇ ગયો હતો.