Election Commission Of India બ્રિજેશ દોશી/ગાંધીનગર : ઘરથી ઘણા લોકો કામ માટે બીજા શહેર કે બીજા રાજ્યમાં જતા હોય છે. જેઓ ચૂંટણી સમયે મતદાન કરી શકતા નથી. મતદાન મથકથી દૂર રહેતા લોકો માટે એક ખુશખબર છે. ચૂંટણી પંચ નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યું છે. જો આ શક્ય બન્યું તો મતદાન કરવા માટે સ્પેશ્યલ ઘરે જવાની જરૂર નહીં પડે તમે જ્યાં હશો એ સ્થળથી જ મતદાન કરી શકશો ભલે ચૂંટણીકાર્ડમાં એડ્રેસ કોઈ પણ જગ્યાનું હોય.... ચૂંટણી પંચ ઘરેલુ પ્રવાસી મતદારો માટે એક નવી વ્યવસ્થા કરવા જઈ રહ્યું છે, જેથી તેમને મતદાન કરવા માટે તેમના રાજ્યમાં પાછા ફરવું ન પડે. સ્થળાંતરિત મતદારો તેમના રાજ્યની ચૂંટણીમાં તેઓ જ્યાં કામ કરે છે તે શહેર અથવા રાજ્યમાંથી મતદાન કરી શકશે. આ માટે ચૂંટણી પંચે એક નવું વોટિંગ મશીન તૈયાર કર્યું છે, જેનું નામ રિમોટ વોટિંગ મશીન (RVM). 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રિય ચૂંટણી પંચે મતદાન વધારવા મોટી કવાયત હાથ ધરી છે. સ્થળાંતરિત મતદારો માટે રિમોટ વોટિંગની તૈયારી આરંભી છે. જેમાં રોજગાર, અભ્યાસ, સામાજિક અર્થે સ્થળાંતરિત મતદારો માટે નવી વ્યવસ્થાની વિચારણા ચાલી રહી છે. રિમોટ વોટિંગથી આવા મતદારોને મતદાનનો લાભ આપવા કામગીરી કરાશે. કેન્દ્રિય ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોના અભિપ્રાય માંગ્યા છે. 16 જાન્યુઆરી એ રાજકીય પક્ષો સમક્ષ ચૂંટણી પંચ પ્રેઝન્ટેશન કરશે. 


આ પણ વાંચો : 


હીરાબાના સ્વાસ્થ્ય અંગે મોટા અપડેટ, જાણો તબીબોએ શું કહ્યું, CM એ આજે પણ મુલાકાત કરી


અન્નપૂર્ણા યોજના માટે સરકારનો મોટો નિર્ણય, વધુ 29 સેન્ટર પર 5 રૂપિયામાં ભોજન મળશે


નવા વર્ષને આવકારવા લોકોમાં ભારે ઉત્સાહ! ગુજરાતના સ્વર્ગ સમા આ સ્થળ હાઉસફૂલ


ECIએ તમામ રાજકીય પક્ષોને 16મી જાન્યુઆરીએ RVM કેવી રીતે કામ કરશે તેનો ડેમો બતાવવા આમંત્રણ આપ્યું છે. ડેમો જોયા પછી તમામ રાજકીય પક્ષો 31 જાન્યુઆરી સુધીમાં તેમના સૂચનો ચૂંટણી પંચને મોકલી શકશે, જો કોઈ શંકા હોય તો 72 મતવિસ્તારોનું મતદાન એક આરવીએમથી સંભાળી શકાય છે.


[[{"fid":"417176","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"election_commission_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"election_commission_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"election_commission_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"election_commission_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"election_commission_zee.jpg","title":"election_commission_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


ચૂંટણી પંચના એક નિવેદન અનુસાર રિમોટ વોટિંગ પર એક કન્સેપ્ટ પેપર જાહેર કરવામાં આવ્યું છે અને તેના અમલીકરણમાં સામનો કરવામાં આવતા કાયદાકીય, વહીવટી, પ્રક્રિયાગત અને તકનીકી પડકારો પર રાજકીય પક્ષોના મંતવ્યો / સૂચનો માંગવામાં આવ્યા છે. જેને પગલે એક રિમોટ પોલિંગ બુથથી 72 મતવિસ્તારોમાં મતદાનની સુવિધા પ્રદાન કરી શકાય છે. 


આ સાથે પ્રવાસી મતદારોએ મતદાન કરવા માટે તેમના ગૃહ રાજ્ય/શહેરમાં જવાની જરૂર રહેશે નહીં અને તેઓ જ્યાં છે ત્યાંથી મતદાન કરી શકશે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, "રિમોટ વોટિંગ એક પરિવર્તનકારી પહેલ સાબિત થશે". તમને જણાવી દઈએ કે ભારતમાં અત્યારે કોઈ રિમોટ વોટિંગ નથી. રોજગાર માટે અન્ય રાજ્યોમાં રહેતા સ્થાનિક સ્થળાંતરિત મતદારોએ મતદાન કરવા માટે તેમના રાજ્ય, શહેર, ઘરે પાછા ફરવું પડે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube