PM મોદીને સેનાના રાજનીતિક ઉપયોગના આરોપ અંગે ચૂંટણી પંચની ક્લિન ચીટ
ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેનાનાં નામે મત માંગવાનાં આરોપો અંગે ક્લિનચીટ આપી દીધી છે
નવી દિલ્હી : ચૂંટણી પંચને વડાપ્રધાન મોદીને સેનાનાં નામે મત માંગવાનાં આરોપો અંગે ક્લિનચીટ ફટકારી છે. પંચે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી કર્યું. આ મુદ્દે છેલ્લા થોડા દિવસોથી ઘણા રાજકીય વિવાદો ચાલી રહ્યા હતા અને મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો હતો. આખરે મંગળવારે ચૂંટણી પંચે હાઇલેવલ મીટિંગ બાદ વડાપ્રધાન મોદી વિરુદ્ધ ફરિયાદની તપાસ કરી અને તે લોકો પર લાગેલા આરોપોને ફગાવી દીધા હતા.
મારા ડરનાં કારણે આતંકવાદી ઘટનાઓ અટકી ગઇ: PM મોદી
વડાપ્રધાન મોદી પર આરોપ હતો કે મહારાષ્ટ્રનાં વર્ધામાં 1 એપ્રીલનાં રોજ એક ચૂંટણી ભાષણમાં તેમણે સેનાના નામે મત માંગ્યા હતા. ચૂંટણી પંચે પોતાનાં આદેશમાં કહ્યું કે, આ અંગે ત્યાના રિટર્નિંગ અધિકારી પાસે અહેવાલ માંગ્યો હતો અને તપાસ કર્યા બાદ સામે આવ્યું કે, તેમણે આ મુદ્દે કંઇ પણ ભુલ નહોતી કરી.
BJP પર ભડાશ કાઢવામાં રાજે રાષ્ટ્રપતિ કોવિંદ પર છાંટા ઉડાડ્યાં: મર્યાદા ઓળંગી
વડાપ્રધાન મોદીની સીટ પર EVM નહી બેલેટ પેપરથી થશે ચૂંટણી, કારણ છે ચોંકાવનારૂ !
આ મુદ્દે કોંગ્રેસનાં સાંસદ સુષ્મિતા દેવનાં પંચ પર જાણીબુઝીને કાર્યવાહી નહી કરવાનો આરોપ લગાવતા કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. જો કે પંચે ભાજપ પ્રેસિડેન્ટ અમિત શાહ અને કોંગ્રેસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધી વિરુદ્ધ લાગેલા આરોપ પર કોઇ નિર્ણય નથી લેવામાં આવ્યો. મંગળવારે ચૂંટણી પંચની મીટિંગમાં એવો નિર્ણય થયો કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની સ્થિતી નથી અને હાલ રાષ્ટ્રપતિ શાસન ચાલુ રહેશે.