નવી દિલ્હી: ભારતના ચૂંટણી પંચે રવિવારે હાલની કોવિડ સ્થિતિમાં સુધારો અને ચૂંટણી પ્રચાર માટે ઓછો સમય ધ્યાનમાં રાખતા સંશોધિત માર્ગદર્શિકા (Revised Guidelines) બહાર પાડી. સંશોધિત ગાઈડલાઈન મુજબ રોડ શો, પદયાત્રા, સાઈકલ, બાઈક, વાહન રેલીઓ કે જૂલુસ પર પ્રતિબંધ ચાલુ રહેશે જ્યારે ઘરે ઘરે જઈને પ્રચાર કરવા માટે વધુમાં વધુ 20 વ્યક્તિઓને મંજૂરી પહેલાની જેમ ચાલુ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાતે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી પ્રતિબંધ
રાતે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી પહેલાની જેમ પ્રતિબંધ ચાલુ રહેશે. આઉટડોર મીટિંગ, ઈનડોર મીટિંગ, રેલીઓ મામલે પ્રતિબંધોમાં વધુ ઢીલ અપાશે પણ શરત એ કે આઉટડોર કે ઈનડોર મીટિંગ કે રેલીઓમાં ભાગ લેનારાઓની સંખ્યા વધુમાં વધુ 50 ટકા સુધી સિમિત હોય. દિશાનિર્દેશ મુજબ ઓપન ગ્રાઉન્ડ રેલીઓ ફક્ત જિલ્લા અધિકારીઓ દ્વારા વિશિષ્ટ રીતે નામિત મેદાનોમાં  (Designated Grounds) આયોજિત કરી શકાશે અને એસડીએમએની તમામ શરતોના પાલનને આધીન છે. જ્યારે આ મેદાનોની ફાળવણી જિલ્લા પ્રશાસન દ્વારા ઈ સુવિધા પોર્ટલના માધ્યમથી પહેલા આવો અને પહેલા મેળવો પ્રકારે સમાન રીતે આપવામાં આવશે. 


થર્મલ સ્ક્રિનિંગ થવું જરૂરી
Revised Norms માં એવા પણ નિર્દેશ છે કે અનેક પ્રવેશ અને એક્ઝિટ પોઈન્ટ હોવા જોઈએ જેથી કરીને ભીડ ન થાય. તમામ પ્રવેશ દ્વારોમાં પૂરતાપણે હાથ સ્વચ્છતા અને થર્મલ સ્ક્રિનિંગ(Thermal Screening Provision) હોવું જોઈએ. પ્રવેશ દ્વારની સાથે સાથે રેલી વિસ્તારની અંદર પૂરતી સંખ્યામાં હેન્ડ સેનેટાઈઝર રાખવા જોઈએ જ્યારે બેસવાની વ્યવસ્થામાં પૂરતું સોશિયલ ડિસ્ટન્સ હોવું જરૂરી છે અને માસ્કનો ઉપયોગ અનિવાર્ય છે. 


ચૂંટણી પંચે જારી કર્યા નિર્દેશ
ચૂંટણી પંચે 5 ચૂંટણીવાળા રાજ્યોમાં સંબંધિત રાજ્યના અધિકારીઓને દરેક સમયે શારીરિક અંતરના માપદંડો, માસ્ક પહેરવા અને અન્ય પ્રીઝર્વેટિવ મેઝર્સનું પાલન સુનિશ્ચિત કરવા માટે આયોજકો દ્વારા વ્યવસ્થા કરાયેલી પૂરતી જનશક્તિ વ્યવસ્થા માટે નિર્દેશ આપ્યા. 


સમયાંતરે સ્થિતિની થશે સમીક્ષા
પંચ સમયાંતરે સ્થિતિની સમીક્ષા કરશે અને જમીન સ્તરની સ્થિતિના આધારે પોતાના દિશાનિર્દેશમાં સંશોધન માટે જરૂરી નિર્ણય લેશે. આયોગે એમ પણ કહ્યું કે આ 5 રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ, અને મણિપુરની વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોની વધુ ભાગીદારીની જરૂરિયાત જોતા આ છૂટ અપાઈ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube