બેંગ્લુરૂ : ચૂંટણી પંચના અધિકારીઓએ કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી કુમાર સ્વામીનાં વાહનમાં સર્ચ કર્યુંહ તું. જો કે ચૂંટણી પંચના અધિકારીઓને કંઇ પણ વિવાદાસ્પદ મળી આવ્યું નહોતું. ચૂંટણી પંચના અધિકારીઓનાં અનુસાર આ એક સામાન્ય તપાસ હતી. સમાચાર એજન્સીનાં અનુસાર ચૂંટણી પંચના અધિકારી એન.એસ દર્શને કહ્યું કે, બેંગ્લુરૂ-હાસન હાઇવે પર આવેલ એક ચેક પોસ્ટ પર આ એક રુટીન તપાસ હતી. 
લોકસભા 2019: MPમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર, કમલનાથના પુત્રને મળી ટિકિટ

કુમાર સ્વામીએ કાફલામાં રહેલી તમામ ગાડીઓ ચેક કરવા માટે જણાવ્યું
ચેકિંગ દરમિયાન કુમાર સ્વામીએ ચૂંટણી પંચની ટીમ ન માત્ર તેમની પરંતુ કાફલાની તમામ ગાડીઓ ચેક કરવા માટે જણાવ્યું હતું. કુમાર સ્વામીએ કહ્યું કે, જો કંઇ પણ બિનકાયદેસર લાગે તો તો તે અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવે. હાસને 18 એપ્રીલનાં રોજ મતદાન થવાનું છે. પ્રજ્વલ જેડીએસ સુપ્રીમો અને પૂર્વ પીએમ એચ.ડી દેવગોડાના પૌત્ર અને રાજ્યનાં પીડબલ્યુડી મંત્રી એચ.ડી રેવન્નાનાં પુત્ર છે. જ્યારે કુમાર સ્વામીનો પુત્ર નિખિલ માંડ્યા લોકસભા સીટ પરથી મેદાનમાં છે.