ચૂંટણી પંચે તેલંગણાના DGP ને કર્યા સસ્પેન્ડ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડી સાથે મુલાકાત બની કારણ?
ECI Action On DGP Anjani Kumar: ચૂંટણી પંચે તેલંગણાના પોલીસ વડા અંજની કુમારને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે. તેમણે તેલંગણા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડી સાથે મુલાકાત કરી હતી.
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે રવિવારે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન માટે તેલંગણાના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) અંજની કુમારને સસ્પેન્ડ કરી દીધા છે. સૂત્રોએ જણાવ્યું કે રાજ્ય પોલીસના નોડલ અધિકારી સંજય સૈન અને નોડલ અધિકારી (ખર્ચ) મહેશ ભાગવતની સાથે ડીજીપીએ મતગણના વચ્ચે હૈદરાબાદમાં કોંગ્રેસના રાજ્ય એકમના અધ્યક્ષ તથા ઉમેદવાર અનુમૂલા રેવંત રેડ્ડી સાથે તેમના આવાસ પર મુલાકાત કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ ચીફને એક ફૂલ ગુલદસ્તો પણ ભેટ કર્યો હતો.
તેલંગણા રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી પ્રથમવાર સરકાર બનાવવા જઈ રહી છે. કોંગ્રેસે અહીં સત્તામાં રહેલી બીઆરએસને પરાજય આપ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં આવનારી નવી સરકાર પ્રત્યે પોતાની નિષ્ઠા પ્રગટ કરવાના ઈરાદાથી ડીજીપી ફૂલનો ગુલદસ્તો લઈને ત્યાં ગયા હતા, પરંતુ ચૂંટણી સંપન્ન થતા પહેલા આમ કરવું આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.
આ પણ વાંચોઃ ચૂંટણી પરિણામ બાદ સાચી પડી પીએમ મોદીની આ ભવિષ્યવાણી, કહ્યું હતું- લખીને રાખી લો
સૂત્રોએ જણાવ્યું હતું કે કુલ 2,290માંથી એક ઉમેદવાર અને ચૂંટણી લડી રહેલા 16 રાજકીય પક્ષોમાંથી એકના સ્ટાર પ્રચારકને મળવાનો નિર્ણય એ લાભ લેવાના દૂષિત ઈરાદાનો સ્પષ્ટ સંકેત છે. સૂત્રોએ જણાવ્યું કે ચૂંટણી પંચે ડીજીપી કુમારને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.
કોંગ્રેસ પાર્ટીએ રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં હારનો સામનો કરવો પડ્યો છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર ત્રણેય રાજ્યોમાં પાર્ટીની હાર સ્વીકાર કરી છે. તેમણે કહ્યું- મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનનો જનાદેશ અમે વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરીએ છીએ. વિચારધારાની લડાઈ જારી રહેશે. તેલંગણાના લોકોને મારા ધન્યવાદ. પ્રજાલુ તેલંગણા બનાવવાનું વચન અમે જરૂર પૂરુ કરીશું. બધા કાર્યકર્તાઓને તેની મહેનત અને સમર્થન માટે દિલથી આભાર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube