નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને હરિયાણામાં આગામી વિધાનસભાની ચૂંટણી અંગે ગુરૂવારે ભારતીય ચૂંટણી પંચની મહત્વની બેઠક મળવાની છે. સૂત્રો અનુસાર આ બંને વિધાનસભા ચૂંટણી સાથે ઝારકંડ વિદાનસભાની ચૂંટણી નહીં યોજાય. છેલ્લે ચૂંટણીની તારીખોની જાહેરાત 12 સપ્ટેમ્બરના રોજ થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અુસાર ચૂંટણી પંચે હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટણી અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હવે આ બેઠકમાં આ બંને રાજ્યોમાં ચૂંટણી ક્રાયે યોજવી તેની તારીખ નક્કી કરવા અંગે ચર્ચા કરવામાં આવશે. 


બાબરી કેસઃ સુનાવણી કરતા જજનો કાર્યકાળ વધારાયો, કલ્યાણ સિંહ અંગે માગ્યો રિપોર્ટ 


ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા અનુસાર, પંચની ટીમ બંને રાજ્યોની મુલાકાત લઈને ત્યાંની તૈયારીઓ અંગે માહિતી મેળવી ચૂકી છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં ઓક્ટોબરના બીજા કે ત્રીજા અઠવાડિયામાં ચૂંટણી યોજાશે. હરિયાણામાં એક જ તબક્કામાં જ્યારે મહારાષ્ટ્રમાં બે કે ત્રણ તબક્કામાં મતદાન યોજાય તેવી સંભાવના છે. 


ઝારખંડ વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંને રાજ્ય સાથે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી યોજાશે નહીં. કેમ કે, ત્યાં વિધાનસભાની રચનાની તારીખ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં છે. ઉલ્લેખનીય છે કે, આ ત્રણેય રાજ્યમાં હાલ ભાજપની સરકાર છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...