નવી દિલ્હીઃ 5 રાજ્યોમાં ચૂંટણી પહેલા ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે આ રાજ્યોમાં 22 જાન્યુઆરી સુધી તમામ ચૂંટણી રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂક્યો છે. ચૂંટણી પંચે અગાઉ 15 જાન્યુઆરી સુધી તમામ ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે ફરી એકવાર આ નિર્ણયને આગળ વધારવામાં આવ્યો છે.


ફિજિકલ રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચે ટ્વિટ કર્યું કે તમામ ફિજિકલ રેલીઓ અને રોડ શો પરનો પ્રતિબંધ 22 જાન્યુઆરી, 2022 સુધી લંબાવવામાં આવ્યો છે. જો કે, આ સમય દરમિયાન રાજકીય પક્ષો 50 ટકા ક્ષમતાવાળા ઇન્ડોર હોલમાં મીટિંગ કરી શકે છે. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સને અનુસરીને 300 લોકોને બોલાવી શકાય છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube