નવી દિલ્હીઃ Congress President Election: કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીની તારીખ નક્કી કરવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરે યોજાશે. તે માટે 22 સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર થશે, 24 સપ્ટેમ્બરે ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થશે. 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે ગણતરી બાદ પરિણામ સામે આવશે. વર્કિંગ કમિટીની મહોર બાદ આ તારીખોની ઔપચારિક જાહેરાત કરી દેવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા ગાંધી જોડાયા હતા. આ સિવાય બેઠકમાં હરિશ રાવત, સલમાન ખુર્શીદ, મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, કુમારી શૈલજા, મધુસૂદન મિસ્ત્રી, કેસી વેણુગોપાલ, જયરામ રમેશ, અજય માકન, અભિષેક મનુ સિંઘવી સહિત ઘણા કોંગ્રેસી નેતા હાજર રહ્યા હતા. 


માત્ર 9 સેકન્ડમાં જમીનદોસ્ત થયું 32 માળનું ટ્વિન ટાવર, અહીં જુઓ વીડિયો


કોંગ્રેસ શરૂ કરશે ભારત જોડો યાત્રા
નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના નેતૃત્વમાં 7 સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી ભારત જોડો યાત્રાની શરૂઆત કરવાની છે. 148 દિવસીય આ યાત્રાનું સમાપન કાશ્મીરમાં થશે. પાંચ મહિનાની આ યાત્રા 3500 કિલોમીટર અને 12 કરતા વધુ રાજ્યોમાંથી પસાર થશે. પદયાત્રા દરરોજ 25 કિલોમીટરનું અંતર કાપશે. તેમાં પદયાત્રા, રેલીઓ અને જનસભાઓ સામેલ હશે, જેમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતા પણ સામેલ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube