નવી દિલ્લીઃ યૂપીમાં તમામ 403 બેઠકો પર મતગણતરી ચાલુ છે. ટ્રેન્ડમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળી ગયો છે. ત્યારબાદ હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથ એકવાર ફરીથી સરકાર બનાવતા જોવા મળી રહ્યા છે. યુપીમાં સરકાર બનાવવાની સાથે જ યોગી આદિત્યનાથ પહેલા એવા મુખ્યમંત્રી બનશે જે 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ ફરીથી સત્તામાં આવશે. ત્યારે આ દરમિયાન યૂપીની રાજનીતિમાં એવી કેટલી મહિલાઓ પણ છે જેમણે પોતાનું એક આગવું સ્થાળ ઉભું કર્યું છે. તેમના વિશે પણ જાણવા જેવું છે. આવો જાણીએ સ્મૃતિ ઈરાની, ડિમ્પલ યાદવ, માયાવતી સહિત યૂપીની દિગ્ગજ મહિલા રાજનેતાઓએ ક્યાંથી અને કેટલો અભ્યાસ કર્યો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકા ગાંધી-
પ્રિયંકા ગાંધી વાડ્રા પૂર્વ  પ્રધાનમંત્રી રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના પુત્રી છે. લગભગ દરેક ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે દેખાય છે. ગાંધી પરિવારની પરંપરાને આગળ વધારતા હવે તે સંપૂર્ણપણે રાજકારણમાં પ્રવેશ્યા છે. પ્રિયંકા ગાંધીના અભ્યાસની વાત કરીએ તો, તેમણે અભ્યાસ દિલ્હીની મોડર્ન સ્કૂલમાંથી કર્યો છે.દિલ્હી યુનિવર્સિટીની જીસસ એન્ડ મેરી કોલેજમાંથી મનોવિજ્ઞાનમાં સ્નાતક કર્યું છે. આ ઉપરાંત તેમણે એમએ પણ કર્યું છે.


માયાવતી-
બસપાના વડા અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ દિલ્હીની કાલિંદી કોલેજમાંથી સ્નાતક, ગાઝિયાબાદની કોલેજમાંથી બીએડ અને દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યું છે.


ડિમ્પલ યાદવ-
પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવે પ્રારંભિક શિક્ષણ લખનૌની આર્મી સ્કૂલમાં કર્યું હતું. આ પછી 1995માં ડિમ્પલ યાદવે આર્મી સ્કૂલમાંથી જ 12મું પાસ કર્યું. 2019માં આપવામાં આવેલી એફિડેવિટ અનુસાર, ડિમ્પલ યાદવે ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે. તેમણે 1998માં લખનૌ યુનિવર્સિટીમાંથી B.Com ડિગ્રી મેળવી છે.


સ્મૃતિ ઈરાની-
સ્મૃતિ ઈરાની મહિલા અને બાળ વિકાસ મંત્રી છે. રાજકારણમાં આવતા પહેલા  સ્મૃતિ ઈરાની મોડલિંગની દુનિયામાં સક્રિય હતા.. ઈરાનીએ તેનું સ્કૂલિંગ ચાઈલ્ડ ઓક્સિલિયમ, દિલ્હીથી કર્યું છે. આ પછી તેણે દિલ્હી યુનિવર્સિટીમાં SOL (સ્કૂલ ઓફ ઓપન લર્નિંગ) હેઠળ B.Com માં એડમિશન લીધું, પરંતુ અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો.


અદિતિ સિંહ-
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનાર અદિતિ સિંહનું નામ ખૂબ ચર્ચામાં છે. ઉત્તર પ્રદેશની રાજનીતિમાં એક ખાસ ઓળખ બનાવનાર અદિતિ સિંહ પાવરફુલ મહિલા રાજનેતા તરીકે ઓળખાય છે. અદિતિના પિતા અખિલેશ સિંહ ઉત્તર પ્રદેશના શક્તિશાળી રાજકારણીઓમાંથી એક હતા, અખિલેશ સિંહના મૃત્યુ પછી અદિતિ સિંહ રાજકારણમાં સક્રિય થઈ...ભાજપમાં જોડાયા બાદ અદિતિ સિંહે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ માટે ભૂમિકા ભજવી રહેલા પ્રિયંકા ગાંધી વાડ્રા પર નિશાન સાધ્યું હતું. અદિતિના શિક્ષણની વાત કરીએ તો તેણે અમેરિકાની યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે.


અનુપ્રિયા પટેલ-
અપના દળના નેતા અનુપ્રિયા પટેલે રાજકારણમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. તેમના પ્રભાવના કારણે ભાજપ સરકારે તેમને કેન્દ્રમાં વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી બનાવ્યા . અનુપ્રિયા પટેલ આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. અનુપ્રિયા પટેલ  સ્વ.સોનેલાલ પટેલની પુત્રી છે અને તે તેના પિતાના વારસાને આગળ ધપાવી રહી છે. શિક્ષણની વાત કરીએ તો તેમણે કાનપુરની CSJM યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે.


અર્પણા યાદવ-
મુલાયમ સિંહ યાદવના બીજા પુત્ર પ્રતીક યાદવની પત્ની અપર્ણા યાદવે પોતાની મજબૂત છબી અને સ્વાભાવના લીધે રાજકારણમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. અપર્ણા યાદવ સામાજિક કાર્યક્રમોમાં ખૂબ જ સક્રિય છે અને મુક્તપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. શિક્ષણ વિશે વાત કરીએ તો, અપર્ણાએ માન્ચેસ્ટર યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે.