Assembly Election Result 2023 Live Update: પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન  થયું હતું જ્યારે નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ મત પડ્યા હતા. 2 માર્ચ એટલે કે આજે પરિણામનો દિવસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાગાલેન્ડમાં ઈતિહાસ રચાયો
નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધન 39 બેઠકો પર આગળ છે. ભાજપ ગઠબંધનની સ્પષ્ટ બહુમતી સાથે અહીં સરકાર રચાઈ શકે તેમ છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે કે નાગાલેન્ડમાં પહેલીવાર 2 મહિલાઓ ચૂંટણી જીતી છે. દીમાપુર-III બેઠક પર એનડીપીપીના હેખની જાખલુએ જીતી હતી અને એનડીપીપીના સલ્હૌતુઓનુઓ પશ્ચિમી અંગામી બેઠક પર જીતીને વિજેતા બન્યા છે.

તમને જણાવી દઈએ કે નાગાલેન્ડને રાજ્યનો દરજ્જો મળ્યાના 60 વર્ષમાં અત્યાર સુધી અહીંથી કોઈ મહિલા ધારાસભ્ય ચૂંટાઈ નથી. આ બાબત નાગાલેન્ડ માટે પણ આશ્ચર્યજનક છે કારણ કે અહીં મહિલા મતદારોની સંખ્યા પુરૂષ મતદારો કરતાં વધુ છે. અહીં 6.52 લાખ પુરૂષો સામે 6.55 લાખ મહિલા મતદારો છે.


નાગાલેન્ડની લેટેસ્ટ સ્થિતિ (ચૂંટણી પંચ મુજબ)



ત્રિપુરાની લેટેસ્ટ સ્થિતિ (ચૂંટણી પંચ મુજબ)



મેઘાલયની લેટેસ્ટ સ્થિતિ (ચૂંટણી પંચ મુજબ)



નાગાલેન્ડમાં એનડીપીપી, મેઘાલયમાં એનપીપી સૌથી મોટી પાર્ટી
અત્યાર સુધી આવેલા ટ્રેન્ડમાં નાગાલેન્ડમાં એનડીપીપી (ભાજપ ગઠબંધન)એ બહુમતનો આંકડો પાર કરી લીધો છે. મેઘાલયમાં એનપીપી સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે. જ્યારે ત્રિપુરામાં ભાજપ 33 બેઠકો પર આગળ છે. 


ત્રિપુરામાં ભાજપની ફરી સત્તામાં વાપસી
ચૂંટણી પંચના આંકડા મુજબ ભાજપ ત્રિપુરામાં ફરી સત્તામાં પાછી ફરતી જોવા મળે છે. પાર્ટી બહુમત માટે જરૂરી 31 સીટો પર આગળ જોવા મળી રહી છે. જ્યારે સીપીઆઈ (એમ) અને ટિપરા મોથા પાર્ટી 11 બેઠકો પર આગળ છે. 


મેઘાલયમાં કાંટાની ટક્કર
મેઘાલયમાં એનપીપી અને અપક્ષ ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. એનપીપી 22, અપક્ષ 19, ભાજપ 7, કોંગ્રેસ 5 અને ટીએમસી 6 બેઠકો પર આગળ છે. 



નાગાલેન્ડમાં નેફ્યુ રિયોની દમદાર વાપસી
નાગાલેન્ડમાં ટ્રેન્ડમાં નેફ્યુ રિયોના નેતૃત્વવાળા NDPP ગઠબંધનને બહુમત મળતું જોવા મળી રહ્યું છે. આ ગઠબંધન 38થી વધુ બેઠકો પર આગળ છે. આશા છે કે સાંજ સુધીમાં પરિણામો જાહેર કરી દેવાશે. 


ત્રિપુરામાં ભાજપ બની મોટી પાર્ટી
ત્રિપુરામાં ચૂંટણી પંચના  આંકડા મુજબ ભાજપ 28 બેઠક પર, ત્રિપરા મોથા પાર્ટી 11  બેઠકો પર, કોંગ્રેસ 6 જ્યારે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) 11 બેઠકો પર આગળ છે. મતગણતરી હજુ પણ ચાલુ છે. જ્યારે ટ્રેન્ડમાં 34 બેઠકો પર ભાજપની લીડ છે. 


ભાજપનું બગડ્યું ગણિત
ત્રિપુરામાં ભાજપનું ગણિત બગડતું જોવા મળી રહ્યું છે. ભાજપ હવે ફક્ત 26 બેઠકો પર આગળ છે. જ્યારે લેફ્ટ 20 બેઠકો પર આગળ છે. પ્રદ્યોત માણિક્યની પાર્ટી ટિપરા મોથા 13 બેઠકો પર આગળ છે. અત્રે જણાવવાનું કે ત્રિપુરા રાજપરિવારના પ્રદ્યોત માણિક્ય દેબવર્માએ ચૂંટણી પહેલા જ ટિપરા મોથા પાર્ટી બનાવી છે. આ ચૂંટણીમાં તેમની પાર્ટી શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. 


ત્રિપુરામાં ઝડપથી બદલાઈ રહ્યું છે ગણીત
શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ 40 બેઠકો પર આગળ હતું પરંતુ હવે જે જોવા મળી રહ્યું છે તેમાં ભાજપ 30 બેઠકો પર આગળ છે. રાજ્યમાં બહુમત માટે 31 બેઠકોની જરૂર છે. સીએમ માણિક સાહા બાહદોવલી સીટથી આગળ છે. 


ત્રણેય રાજ્યોની લેટેસ્ટ  અપડેટ
ત્રિપુરામાં તમામ 60 બેઠકોના ટ્રેન્ડ આવી ગયા છે. જેમાં ભાજપ 36, લેફ્ટ 15 અને ટીએમપી 9 બેઠકો પર આગળ છે. જ્યારે નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનવાળા એનડીપીપીને 37, એનપીએફ 8 અને કોંગ્રેસ 2 તથા અન્ય 13 બેઠકો પર આગળ છે. જ્યારે મેઘાલયમાં એનપીપી 27, કોંગ્રેસ 5 અને ભાજપ 7 બેઠકો પર આગળ છે. 


ભાજપે એક સીટ નિર્વિરોધ જીતી
ભારતીય જનતા પાર્ટીના કઝેતો કિનિમી નાગાલેન્ડમાં એક સીટ નિર્વિરોધ જીતી ગયા. વાત જાણે એમ છે કે કોંગ્રેસે એન ખકાશે સુમીને ટિકિટ આપી હતી પરંતુ તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધુ. ત્યારબાદ કઝેતો કિનિમી નિર્વિરોધ જીતી ગયા. 



ત્રિપુરામાં ભાજપે જીતી હતી 35 બેઠકો
આ અગાઉ વર્ષ 2018માં ભાજપે ત્રિપુરા રાજ્યમાં 35 બેઠકો જીતી હતી. જ્યારે સીપીઆઈ(એમ)16, આઈપીએફટીએ 8 બેઠકો મેળવી હતી. અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ જોઈએ તો ભાજપ 40 બેઠકો પર આગળ છે. જ્યારે 5 બેઠકો પર લેફ્ટ, 5 પર ટીએમપી આગળ છે. 


નાગાલેન્ડમાં ભાજપના ગઠબંધનવાળું એનડીપીપી આગળ
નાગાલેન્ડમાં 60માંથી 32  બેઠકો પર ભાજપના ગઠબંધવાળું એનડીપીપી 27 બેઠકો પર આગળ છે. જ્યારે એનપીએફને 2, કોંગ્રેસને 1 અને અન્યને 3 બેઠકો પર લીડ મળી છે. 


ત્રિપુરામાં ભાજપને બહુમત
ત્રિપુરામાં જે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે તે જોતા ભાજપને બહુમત મળી ગયું છે. ભાજપ અહીં 34 બેઠકો પર આગળ છે. ટિપરા મોથા પાર્ટી 5 બેઠકો પર આગળ છે. ટીએમસી 5 બેઠકો પર આગળ છે. 


મેઘાલયમાં એનપીપી આગળ
મેઘાલયમાં એનપીપી વિરોધીઓથી આગળ નીકળી છે. અહીં એનપીપી 23 જ્યારે ટીએમસી 10, ભાજપ 8, કોંગ્રેસ 5, અને અન્ય 4 બેઠકો પર આગળ છે. 


ટ્રેન્ડમાં ક્યાં કોણ આગળ
શરૂઆતના ટ્રેન્ડમાં ત્રિપુરામાં ભાજપ 60માંથી 34 બેઠકો પર આગળ છે. ટિપરા મોથા પાર્ટી(ટીએમપી) 5 બેઠકો પર આગળ છે. જ્યારે ટીએમસી 5 બેઠકો પર આગળ છે. નાગાલેન્ડમાં એનડીપી 13 બેઠક પર આગળ છે. જ્યારે એનપીએફ 2 અને કોંગ્રેસ એક સીટ પર આગળ છે. મેઘાલયમાં એનપીપી 7 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ એક અને ભાજપ 2 બેઠક પર આગળ છે. 


મતગણતરી શરૂ
સવારે 8 વાગ્યાના ટકોરે ત્રણેય રાજ્યોમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતના જે ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે તેમાં ત્રિપુરામાં ભાજપને લીડ મળી રહી છે. પાર્ટી 60માંથી 16 બેઠકો પર આગળ છે. જ્યારે મેઘાલયમાં હાલના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની પાર્ટી એનપીપી 4 બેઠકો પર આગળ છે. 



સવારે 8 વાગ્યાથી શરૂ થશે મતગણતરી
ત્રણેય રાજ્યોમાં સવારે 8ના ટકોરે મતદાન શરૂ થશે. મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાની કુલ 180 બેઠકો છે જેમાંથી 178 બેઠકો માટે મતગણતરી થશે. અત્રે જણાવવાનું કે હાલ ત્રિપુરામાં ભાજપના સીએમ છે જ્યારે નાગાલેન્ડમાં નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (એનડીપીપી) અને મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ની સરકારો છે. 



મતગણતરી માટે પૂરતી  તૈયારીઓ
મેઘાલયમાં મતગણતરી માટે 13 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. મતગણતરી માટે 27 ઓબ્ઝર્વર નિયુક્ત કરાયા છે. જ્યારે નાગાલેન્ડમાં મતગણતરી માટે 16 કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. સુરક્ષા માટે અહીં 15 હજારથી વધુ સુરક્ષા દળો તૈનાત કરાયા છે. નાગાલેન્ડમાં પણ મતગણતરી માટે ખાસ તૈયારીઓ કરાઈ છે. મતગણતરી કેન્દ્રોની બહાર સુરક્ષા ચુસ્ત છે. ત્રિપુરામાં પણ ચૂંટણીને જોતા વિશેષ તૈયારીઓ કરાઈ છે. રાજધાની અગરતલામાં કલમ 144 લાગૂ છે. ત્રિપુરાની બોરડોવલી સીટ પર લોકોની  ખાસ નજર છે. અહીં સીએમ માણિક સહા અને કોંગ્રેસના આશીષ કુમાર સાહા વચ્ચે લડાઈ છે. અત્રે જણાવવાનું કે પહેલીવાર મેઘાલયની 60 બેઠકો પર ભાજપ ચૂંટણી લડી રહ્યો છે. ભ્રષ્ટાચારને લઈને મુખ્યમંત્રી પર ગૃહમંત્રી આકરા પ્રહારો કરતા જોવા મળ્યા હતા. ત્રિપુરામાં 259 ઉમેદવારોના ભાવિનો આજે નિર્ણકારી દિવસ છે. મતગણતરી માટે 21 કેન્દ્રો બનાવેલા છે. 


પરિણામ પહેલા જ એક સીટ પર વિજેતા
પરિણામ આવે તે પહેલા જ અકુલુતો બેઠક માટે વિજેતાની જાહેરાત થઈ ગઈ છે. અહીં  ભાજપના ઉમેદવાર કાજેતો કિનિમી નિર્વિરોધ જીત્યા.