નવી દિલ્લીઃ મતગણતરી શરૂ થતાની સાથે જ પાંચેય રાજ્યોમાં શરૂઆતથી જ ભાજપનો દબદબો જોવા મળ્યો. યૂપીમાં ફરી એકવાર જબરદસ્ત બહુમત હાંસલ કરીને ભાજપે ભગવો લહેરાવ્યો. આ સાથે જ યૂપીમાં યોગી આદિત્યનાથે સતત બીજીવાર દેશના સૌથી મોટા રાજ્યમાં જનમત હાંસલ કરીને રાજનીતિનો નવો કિર્તીમાં સ્થાપિત કરીને એક નવો ઈતિહાસ રચી દીધો. ઉત્તરાખંડમાં પણ ભાજપે સ્પષ્ટ બહુમત હાંસલ કરીને ભગવો લહેરાવી દીધો. જ્યારે મણિપુર અને ગોવામાં પણ કમળ ખીલેલું જોવા મળ્યું. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો પૈકી પંજાબમાં આમ આદમી પાર્ટીનું ઝાડૂ ચાલી ગયું. તેથી પંજાબમાં ભગવત માન આપના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે તે નક્કી છે. પાંચેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં દરેક રાજ્યમાંથી કોંગ્રેસના સુપડાસાફ થઈ ગયા છે. અને સત્તાનો સ્વાદ ચાખવાનું કોંગ્રેસનું સપનું રોળાઈ ગયું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ  વિધાનસભા ચૂંટણીઓના પરિણામો પહેલાં એકવાર આ રાજનીતિના આ ખેલાડી વિશે જાણી લેજો

ખાસ કરીને પંજાબનો ચૂંટણી જંગ પણ આ વખતે ખાસ્સો રસપ્રદ બની રહેવાની શક્યતા છે. પંજાબમાં આમ આદમી પાર્ટીના વાવાઝોડાએ કોંગ્રેસના સુપડા સાફ કરી દીધાં છે. ચન્ની, સિદ્ધુ અને કેપ્ટને મળીને કોંગ્રેસની નાવડી ડૂબાડી દીધી હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. સાથે જ કૃષિ કાયદા રદ્ થયા બાદ ભાજપ અહીં પોતાનો જનાધાર ઉભો કરવા મથી રહ્યો છે. અકાલી દળ ભાજપ સાથે છેડો ફાડી પોતાની લડાઈ લડી રહ્યું છે. કોંગ્રેસમાં પણ ચૂંટણી પહેલા ખાસ્સા ફેરબદલ થઈ ચૂક્યા છે. જ્યારે આંદોલનમાં જીત મેળવનારા ખેડૂતોએ પણ પોતાનો મોરચો બનાવ્યો છે. તેથી પંજાબના પરિણામો પર પણ સૌ કોઈની નજર રહેશે.

આ પણ વાંચોઃ  યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની યુવતીએ PM મોદીનો માન્યો આભાર, દુનિયાએ જોઈ ભારતના પ્રધાનમંત્રીની દરિયાદિલી

UP, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા સહિત પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોનો ટ્રેન્ડ, જુઓ મતગણતરીની રેસમાં કોણ આગળ કોણ પાછળ:


ઉત્તર પ્રદેશનું પરિણામ LIVE UPDATES:
કુલ બેઠકો-     403
BJP+           263
SP+             126
BSP             07
CONG          06
OTH             01
-------------------------------------------------
પંજાબનું પરિણામ LIVE UPDATES:
કુલ બેઠકો-      117    
AAP               89
CONG           18
SAD               06
BJP                03
OTH               01
-------------------------------------------------
ઉત્તરાખંડનું પરિણામ LIVE UPDATES:
કુલ બેઠકો-         70
BJP                 47
CONG             20
BSP                 02
AAP                 -
OTH                01
------------------------------------------------
મણિપુરનું પરિણામ LIVE UPDATES:
કુલ બેઠકો-         60
BJP                  25   
CONG             11
NPF                 06
NPP                 11
OTH                 07
-----------------------------------------------
ગોવાનું પરિણામ LIVE UPDATES:
કુલ બેઠકો-      40
BJP              19
CONG          12
MGP             04
AAP              02
OTH              04
--------------------------------------


ઉલ્લેખનીય છેકે, વર્ષ 2024માં ફરી એકવાર મોદી સરકારની અગ્નિપરિક્ષા થશે. શું દેશ ત્રીજાવાર ભાજપને જનમત આપીને મોદી સરકારને ફરી દેશની કમાન સોંપવા માંગે છે? હાલ આ સવાલની આસપાસ જ ભાજપ-કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો પણ પોતાનું ગણિત ગણી રહ્યાં છે. ત્યારે વર્ષ 2024 યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં દેશભરમાં વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય છે. જેને ફાઈનલ પહેલાંની સેમિફાઈનલ તરીકે માનવામાં આવે છે. કારણકે, આ ચૂટણીઓની સીધી અસર આગામી લોકસભામાં દેખાશે. ત્યારે આજે યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણીપુર સહિત કુલ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. જેના પર સૌ કોઈની મીંટ મંડાયેલી છે. રાજ્યપક્ષોની સાથો-સાથ સામાન્ય જનસમુદાય પણ આ ચૂંટણીઓના પરિણામો પર વિશેષ રસ રાખી રહ્યો છે. આ ચૂંટણીઓના પરિણામો આગામી સમયમાં દેશનું ભાવિ નક્કી કરશે એવું કહેવું પણ અતિશ્યોક્તિ નહીં હોય.

આ પણ વાંચોઃ  ભારત પાસે છે આ 5 ઘાતક હથિયારો, જેનાથી ડરે છે દુનિયા આખી! ચીન અને પાકિસ્તાનની ઊંઘ થઈ ગઈ છે હરામ

2022માં પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી પહેલા તબક્કામાં યુપીમાં 10 ફેબ્રુઆરીએ વોટિંગ શરુ થયું હતું. બીજા તબક્કામાં યુપીની સાથે પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં પણ ચૂંટણી યોજાઈ. આ ત્રણેય રાજ્યોમાં તમામ બેઠકો પર એક જ તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ. જ્યારે યુપીમાં તમામ સાત તબક્કામાં મતદાન કરવામાં આવ્યું. બીજી તરફ મણીપુરમાં બે તબક્કામાં વોટિંગ કરવામાં આવ્યું. 07 માર્ચના રોજ અંતિમ તબક્કાનું મતદાન કરવામાં આવ્યું. જ્યારે આજે 10 માર્ચે તમામ પાંચેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના મતો ગણતરી હાથ ધરવામાં આવી છે. તમામ પાંચેય રાજ્યોના ચૂંટણી પરિણામો આજે સાંજ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ  શું ભારતની આ ખાસ અજાયબીઓ વિશે તમે જાણો છો? 100% કોઈને નહીં હોય આ રહસ્યોની ખબર!

આ અગાઉ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ યુપી સહિતના રાજ્યોનો કાર્યક્રમ જાહેર કરતા જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 15 જાન્યુઆરી સુધી રોડશો, પદયાત્રા, કોઈપણ પ્રકારની રેલી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ત્યારબાદ કમિશન સ્થિતિની સમીક્ષા કરીને આ નિયંત્રણોને લંબાવવા કે કેમ તેની સમીક્ષા કરશે. આ ઉપરાંત, રાતના 8થી સવારના 8 વાગ્યા સુધી પણ પ્રચાર નહીં કરી શકાય. પંચે નુક્કડ સભા પર પણ હાલ પૂરતો પ્રતિબંધ મૂક્યો છે. પાંચ રાજ્યોની ચૂંટણીમાં આ વખતે 24.9 લાખ મતદાતા પહેલીવાર વોટિંગ કર્યું. જેમાં કુલ 18 કરોડ મતદારોમાં 8.5 કરોડ મહિલાનો સમાવેશ થાય છે. CEC સુશીલ ચંદ્રાના જણાવ્યા અનુસાર, યુપીની 403, પંજાબની 117, ઉત્તરાખંડની 70 જ્યારે મણીપુર અને ગોવાની 40-40 બેઠકો પર મતદાન યોજાયું હતું. જેના પરિણામો આજે સવારે 8 વાગ્યા પછી લાઈવ જાણી શકાશે.


જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ તેમાંથી પંજાબ સિવાયના તમામ ચાર રાજ્યોમાં ભાજપ હાલ સત્તા પર છે. જેમાં યુપીની ચૂંટણી ખૂબ જ મહત્વની મનાઈ રહી છે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં જ આ પાંચેય રાજ્યોમાં તાત્કાલિક અસરથી આચારસંહિતા અમલમાં આવી ગઈ હતી. હાલ તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે મચી પડ્યા હતા. ખાસ કરીને યુપીમાં ઉપરાછાપરી નેતાઓની વિશાળ રેલીઓ કરવામાં આવી હતી. પીએમ મોદી પણ યુપીમાં અત્યારસુધી અનેક રેલી કરી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube