નવી દિલ્હી: ચૂંટણી કમિશન આજે ચાર રાજ્યો છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી અંગેની તારીખોની જાહેરાત કરી શકે છે. બપોરે 12.30 કલાકે ચૂંટણી કમિશન પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેલંગાણાને લઇને પણ થઇ શકે છે જાહેરાત 
આ રાજ્યોની આ વર્ષે વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે. માટે ત્યા ચૂંટણી થવી નિશ્ચિત છે. જાણવા મળી રહ્યું છે, કે ચૂંટણી કમિશન તેલંગાણાની ચૂંટણી અંગે પણ જાહેરાત કરી શકે છે. કારણ કે. ત્યાં વિધાનસભા ભંગ થઇ છે. 


ક્યાં કેટલી સીટો
ચૂંટણી તારીખોની જાહેરાત સાથે છત્તીસગઢમાં 90 સીટો પર અત્યારના મુખ્યમંત્રી રમન સિંહની પરીક્ષા થશે. તો ભાજપના મજબૂત રાજ્ય કહેવાતા મધ્યપ્રદેશમાં પણ શિવરાજ સિંહ ચૌહાણ પણ તેના ચોથા કાર્યકાળ માટે ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાવશે. મધ્ય પ્રદેશમાં વિધાનસભાની 230 સીટો છે. જ્યારે મિઝોરમમાં 40 વિધાનસભાની સીટો આવેલી છે. જ્યારે રાજસ્થાનમાં 200 સીટો છે.


3 રાજ્યોમાં 25 હજાર સુરક્ષાકર્મી કરયા તૈનાત 
ચૂંટણી પહેલા જ સુરક્ષા વ્યવસ્થાને અનુલક્ષીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા છત્તીસગઢ, મધ્યપ્રદેશ, અને રાજસ્થાનમાં આશરે 25 હજાર સુરક્ષાકર્મીઓને તૈનાત કરવાના આદેશ કરવામાં આવ્યા છે. આ અર્ધ સૈન્યકર્મીઓ અને પોલીસકર્મીઓને તેમના નક્કી કરેલા રાજ્યમાં 15 ઓક્ટોબર સુધીમાં તેમની જવાબદારી સંભાળી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ તમામ કર્મીઓ ચંટણી માટે મોકવામાં આવતી 250 કંપનીઓનો ભાગ છે. 


સૌથી વધારે 150 કંપનીઓ છત્તીસગઢમાં કરાઇ તૈનાત 
50-50 નવી કંપનીઓને મધ્યપ્રેદેશ અને રાજસ્થાન મોકવામાં આવી છે. સૌથી વધારો 150 કંપનીઓને છત્તીસગઢ મોકલવામાં આવી છે. છત્તીસગઢના દક્ષિણ વિસ્તારમાં માઓવાદીની હિંસાનો સોથી વધારે ખતરો છે. રાજ્યની પોલીસ આ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસની એક કંપનીમાં ઓછામાં ઓછા 100 કર્મી તૈનાત હોય છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 250 કંપનિઓ આ રાજ્યોમાં પહેલાથી નક્સલી અવરોધી અભિયાવો અને કાયદા વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવી છે.  


ચૂંટણી તારીખો જાહેરાત કરવાની સાથે જ યોજનાઓની થશે તૈયારી 
છત્તીસગઢમાં પહેલાથી જ કેન્દ્રીય રીઝર્વ પોલીસ બળ, સીમા સુરક્ષાબળ, ભારત ભારત તિબેટ બોર્ડર પોલીસની ઓછામાં ઓછી 40 બટાલિયન વામ ઉગ્રવાદની ગતિવિધિઓ સામે લડવા માટે તૈનાત કરવામાં આવી છે. અધિકારીઓને જણાવ્યું કે નવી 250 કંપનિઓને અન્ય સ્થળ પર પ્રશિક્ષણથી હટાવીને વહેલી તકે રાજ્યોમાં મોકલવામાં આવશે. આ વધારાની કંપનિઓને આ રાજ્યોમાં 15 ઓક્ટોબર સુધીમાં સ્થળ પર પહોચાડી દેવાના આદેશ કરવામાં આવ્યા છે.