Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીની સેમીફાઈનલ હશે આ 5 રાજ્યોની ચૂંટણી, BJP- વિપક્ષ સામે આ છે મોટા પડકાર
4 રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપ સત્તામાં છે, જ્યારે પંજાબમાં કોંગ્રેસનું શાસન છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 3 `વિવાદિત` કૃષિ કાયદાઓને નાબૂદ કરવાની જાહેરાત કર્યા બાદ આ ચૂંટણી ભાજપની પ્રથમ મહત્વની પરીક્ષા છે.
નવી દિલ્હીઃ 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી નાખવામાં આવી છે. આવી સ્થિતિમાં કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપને 2024ની લોકસભાની ચૂંટણી પહેલા એક મહત્વપૂર્ણ કસોટી તરીકે જોવામાં આવી રહી છે, જ્યારે આ ચૂંટણીના પરિણામો પણ સમગ્ર વિપક્ષ માટે મહત્વની પરીક્ષા છે. કારણ કે માનવામાં આવે છે કે 2024ની ચૂંટણીમાં આ ચૂંટણીઓ દ્વારા વિપક્ષનો ચહેરો નક્કી થશે. તમને જણાવી દઈએ કે ચૂંટાયેલા 5માંથી 4 રાજ્યોમાં ભાજપનું શાસન છે.
ભાજપ માટે મહત્ત્વનો ટાસ્ક છે આ ચૂંટણી
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે શનિવારે 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે. 4 રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપ સત્તામાં છે, જ્યારે પંજાબમાં કોંગ્રેસનું શાસન છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 3 'વિવાદિત' કૃષિ કાયદાઓને નાબૂદ કરવાની જાહેરાત કર્યા બાદ આ ચૂંટણી ભાજપની પ્રથમ મહત્વની પરીક્ષા છે. તમને જણાવી દઈએ કે ઉત્તર ભારતના ખેડૂતોના મોટા વર્ગમાં સરકાર સામે વધી રહેલા અસંતોષને ખારવા માટે મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓ રદ કર્યા હતા.
વિપક્ષી છાવણીમાં ચહેરો શોધવાના પ્રયાસો
જો 10 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચૂંટણીના પરિણામો શાસક પક્ષ માટે મહત્ત્વના હોય તો આજ પરિણામો વિપક્ષી પાર્ટીઓ માટે એટલા જ રાજનૈતિક મહત્વ ધરાવે છે કારણ કે આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસે ભાજપની સાથે સાથે કોંગ્રેસ પણ આક્રમક ઝુંબેશ શરૂ કરી છે. રાજનૈતિક વિશ્લેષકો માને છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને પડકારી રહેલા કોઈપણ સંયુક્ત વિપક્ષનો સ્વાભાવિક ચહેરો હોવાનો કોંગ્રેસના દાવાને પણ આ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પણ પ્રાદેશિક કસોટીઓમાંથી પસાર થવું પડશે. આ ચૂંટણીના પરિણામો વિપક્ષના રાજકારણમાં નવા સમીકરણોને જન્મ આપી શકે છે.
કોંગ્રેસ માટે પણ છે મોટો પડકાર
આ થિયરી એટલા માટે પણ પ્રભાવી નજરે પડી રહી છે કારણ કે સોનિયા ગાંધીની આગેવાની હેઠળની પાર્ટી ચારમાંથી ત્રણ રાજ્યોમાં મુખ્ય પડકાર આપનારી પાર્ટી છે, જ્યાં ભાજપ સત્તામાં છે. પંજાબમાં કોંગ્રેસ પોતે સત્તામાં છે.
ભાજપ માટે મહત્વપૂર્ણ છે આ 2 ચરણ
ભાજપ માટે 10 અને 14 ફેબ્રુઆરીના રોજ યોજાનાર મતદાનના પ્રથમ બે તબક્કા કદાચ સૌથી પડકારજનક છે, કારણ કે તેમાં જ પંજાબ અને જાટ પ્રભુત્વ ધરાવતા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં મતદાન થનાર છે. ખેડૂતોનું આંદોલન પંજાબમાં સૌથી વધુ ઉગ્ર હતું અને પશ્ચિમ UP પણ તેના સંબંધિત વિરોધથી ખરાબ રીતે પ્રભાવિત થયું હતું.
જાહેરાત પહેલા લગાવવામાં આવી રહી હતી અટકળો
આ સિવાય ગોવા અને ઉત્તરાખંડ બંને રાજ્યોમાં ભાજપ સત્તામાં છે અને ત્યાં 14 ફેબ્રુઆરીએ જ મતદાન થવાનું છે. કેટલાક રાજકીય નિષ્ણાતો માને છે કે પ્રથમ 2 તબક્કામાં જોવા મળેલા ચૂંટણીના પરિણામો ઉત્તર પ્રદેશ માટે બાકીના 5 તબક્કામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જણાવી દઈએ કે UPમાં કુલ 403 વિધાનસભા સીટો છે, જ્યાં 15 કરોડથી વધુ મતદારો છે. કેટલાક વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી હતી કે ભાજપ ઉત્તર પ્રદેશની ચૂંટણી રાજ્યના પૂર્વ ભાગથી શરૂ થાય તેવું ઈચ્છશે, જ્યાં ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને પાર્ટી રાજ્યના પશ્ચિમ ભાગ કરતાં વધુ મજબૂત સ્થિતિમાં હોવાનું માનવામાં આવે છે. જો કે, ચૂંટણી કાર્યક્રમમાં આ જ પેટર્ન અપનાવવામાં આવી છે અને તે રાજ્યના પશ્ચિમ ભાગથી પૂર્વ તરફ જશે.
2017 Vs 2022
જો 2017 માં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભાજપની તરફેણમાં મજબૂત લહેર હતી, જેણે સમગ્ર રાજ્યમાં ભાજપને ફાયદો મળ્યો હતો, તો આ વખતે ભાજપને જાટોના એક વર્ગમાં કથિત ગુસ્સાના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે, શાસક પક્ષ વિરુદ્ધ પોતાના પક્ષને આગળ લાવવા માટે સમાજવાદી પાર્ટી અને આરએલડી સંયુક્ત રીતે મળીને ચૂંટણી લડવાના છે. ભાજપના નેતાઓએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં વિકાસ અને હિંદુત્વના બળ પર ગત ચૂંટણીમાં મળેલી જીતનું પુનરાવર્તન કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે મોદી પક્ષના પ્રચારના મુખ્ય સ્ત્રોત છે.
ભાજપને આ બાબતોનો મળી શકે છે ફાયદો
ઉત્તરાખંડમાં કોંગ્રેસની છાવણીમાં મતભેદોથી પણ ભાજપને ફાયદો થવાની આશા છે, ભલે તેને રાજ્યમાં બે મુખ્યમંત્રી બદલવાની ફરજ પાડવામાં આવી હોય. ગોવા અને મણિપુરમાં પણ બહુકોણીય હરીફાઈ જોવા મળી રહી છે કારણ કે ભાજપે બંને રાજ્યોમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસને 'બદલી' દ્વારા નબળી પાડવાનું કામ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube