નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ભારતીય સ્ટેટ બેન્ક દ્વારા સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવેલો ચૂંટણી બોન્ડનો ડેટા ગુરૂવારે પોતાની વેબસાઇટ પર અપલોડ કરી દીધો છે. એસબીઆઈએ 2018માં શરૂ થયેલી યોજના બાદથી અત્યાર સુધી 30 ભાગમાં 16518 કરોડ રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડની જાણકારી જાહેર કરી છે. એસબીઆઈએ એફિડેવિડમાં જણાવ્યું કે 1 એપ્રિલ 2019થી 15 ફેબ્રુઆરી 2024 વચ્ચે 22217 બોન્ડ ખરીદવામાં આવ્યા છે, જે આ ત્રણ મૂલ્યવર્ગ એટલે કે 1 લાખ, 10 લાખ અને 1 કરોડના છે. આ સમય દરમિયાન ઉપયોગ કરાયેલા કુલ બોન્ડ્સની સંખ્યા 22030 છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચે બે અલગ-અલગ ડિટેલને પોતાની વેબસાઇટ પર અપલોડ કરી છે. પ્રથમ પીડીએફમાં 337 પેજ છે, જેમાં ચૂંટણી બોન્ડ ખરીદનારી કંપનીઓ અને સંસ્થાઓના નામ, ખરીદીની તારીખ અને પૈસાની જાણકારી સામેલ છે. તો બીજી પીડીએફમાં 426 પેજ છે, જેમાં રાજકીય પાર્ટીઓના નામ, તારીખ અને રકમની વિગત છે. પરંતુ તે સ્પષ્ટ નથી કે કઈ કંપની કે સંસ્થાએ કયા ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા છે, કારણ કે ઉપલબ્ધ કરાવવામાં આવેલી જાણકારીમાં બોન્ડની સંખ્યાની વિગત આપવામાં આવી નથી. સાથે તે પણ જણાવવામાં આવ્યું નછી કે કઈ કંપનીએ કઈ પાર્ટીને ફંડ આપ્યું છે. 


હવે વાત ટોપ કંપનીઓની કરીએ, જેણે દેશની અલગ-અલગ રાજકીય પાર્ટીઓને ફંડ આપવા માટે સૌથી વધુ કિંમતના ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે. ભારત ચૂંટણી પંચ દ્વારા પોતાની વેબસાઇટ પર આપવામાં આવેલા આંકડા પ્રમાણે ફ્યુચર ગેમિંગ એન્ડ હોટલ સર્વિસ અને મેઘા એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એપ્રિલ 2019થી જાન્યુઆરી 2024 સુધી આ લિસ્ટમાં ટોપ પર છે. 1368 કરોડ રૂપિયાની સાથે ફ્યુચર ગેમિંગ સૌથી વધુ ફંડ આપનારી કંપની છે. તો 966 કરોડ રૂપિયાના ફંડની સાથે મેઘા એન્જિનિયરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ બીજી સૌથી મોટી કંપની છે. 


લોટરી કિંગની છે ફ્યુચર ગેમિંગ એન્ડ હોટલ સર્વિસિસ
કથિત રીતે ફ્ચુચર ગેમિંગના માલિક દક્ષિણ ભારતના લોટરી કિંગ સૈંટિયાગો માર્ટિન છે. ફ્યુચરની વેબસાઇટ પ્રમાણે માર્ટિને 13 વર્ષની ઉંમરમાં લોટરીનો વ્યવસાય શરૂ કર્યો હતો. ત્યારબાદ તે દેશભરમાં લોટરી ખરીદારો અને વિક્રેતાઓના એક વિશાળ નેટવર્કને વિકસિત કરવામાં સફળ રહ્યાં. દક્ષિણમાં આ ફર્મ માર્ટિન કર્ણાટક હેઠળ ચાલે છે, જ્યારે ઉત્તર-પૂર્વમાં તેને માર્ટિન સિક્કિમ લોટરી નામથી ઓળખવામાં આવે છે. 


મેઘા એન્જિનિયરિંગના 18 રાજ્યોમાં ચાલે છે પ્રોજેક્ટસ
તો પૂલ અને વીજળી પ્રોજેક્ટ્સ બનાવનારી કંપની મેઘા એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની માલિકી પીવી કૃષ્ણા રેડ્ડી અને પીવી રેડ્ડીની પાસે છે. તેનું મુખ્યાલય હૈદરાબાદમાં છે. કંપનીની વેબસાઇટમાં તે સિંચાઈ, વોટર મેનેજમેન્ટ, વીજળી, હાઈડ્રોકાર્બન, પરિવહન, ભવન અને ઔદ્યોગિક આંતરમાળખાના ક્ષેત્રમાં કામ કરે છે. તે કેન્દ્ર અને રાજ્યોની સાથે પીપીપીમાં અગ્રણી રહી છે અને વર્તમાનમાં દેશભરમાં 18થી વધુ રાજ્યોમાં પ્રોજેક્ટ્સ ચલાવી રહી છે.