New Electricity Rules: દિવસે સસ્તી અને રાત્રે મોંઘી મળશે વીજળી, સરકાર લાવી રહી છે નિયમ
New Electricity Rules : હવે તમે 20 ટકા સુધી સસ્તી વીજળી મેળવી શકો છો. પરંતુ આ લાભ દિવસ દરમિયાન જ મળશે. તે જ સમયે, પીક અવર્સ દરમિયાન વીજળી 20 ટકા મોંઘી થશે. વીજળી મંત્રાલય નવા વીજળી નિયમો લાવવા જઈ રહ્યું છે. શરૂઆતમાં આ નિયમો વ્યાપારી અને ઔદ્યોગિક ગ્રાહકો માટે લાગુ થશે.
નવી દિલ્હીઃ લોકો આજકાલ ઘરમાં વીજળીથી ચાલતા અનેક ઉપકરણોનો ઉપયોગ કરતા હોય છે. તે પછી વોશિંગ મશીન હોય કે મિક્ચર, કે પછી ઘરઘંટી... તેવામાં વીજળીનો વધુ ઉપયોગ થાય છે. પરંતુ જો આ કામ સવાર કે સાંજની જગ્યાએ દિવસે કરવામાં આવે તો વીજળીમાં 20 ટકાની બચત કરી શકાય છે. વીજળી મંત્રાલય (Power Ministry)નવા ઇલેક્ટ્રિસિટી રૂલ્સ (New electricity rules) લાવી રહ્યું છે. નવા નિયમો અનુસાર દિવસમાં વીજળી 20 ટકા સુધી સસ્તી મળશે. તો પીક અવર્સમાં વીજળી 20 ટકા સુધી મોંઘી મળશે. રોયટર્સના એક રિપોર્ટ અનુસાર વીજળી મંત્રાલયે શુક્રવારે આ વાત કહી છે. રિન્યૂએબલ એનર્જી (Renewable Energy)ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે નવા ઈલેક્ટ્રિસિટી રૂલ્સ લાવી રહ્યું છે.
ક્યા છે પીક અવર્સ?
નવી સિસ્ટમ આવ્યા બાદ પીક અવર્સ દરમિયાન ગ્રિડ પર ડિમાન્ડનો ભાર ઓછો પડવાની આશા છે. પીક અવર્સ સવારે 6થી 9 અને સાંજે 6થી 9 સુધી હોય છે. સવારે વોશિંગ મશીન, પાણીની મોટર અને પ્રેસ વગેરેનો ઉપયોગ થાય છે. તો સાંજે લોકો કામથી ઘરમાં ઈલેક્ટ્રિક ઉપકરણ ચલાવવાનું શરૂ કરી દે છે. આ રીતે સવારે અને રાત્રે વીજળીની ડિમાન્ડ વધી જાય છે.
આ પણ વાંચોઃ 35 પૈસાથી 900 રૂપિયાને પાર પહોંચ્યો મલ્ટીબેગર શેર, 1 લાખના બનાવી દીધા 25 કરોડ
ક્યારે લાગૂ થશે નિયમ?
રિપોર્ટ અનુસાર એપ્રિલ 2024થી કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રિયલ ગ્રાહકો માટે આ નિયમ લાગૂ થશે. તેના એક વર્ષ બાદ એગ્રીકલ્ચરને છોડીને મોટા ભાગના બીજા ગ્રાહકો પર આ નિયમ લાગૂ થઈ જશે.
દિવસમાં સૂર્ય ઉર્જાનો ફાયદો
વીજળી મંત્રી આરકે સિંહે એક નિવેદનમાં કહ્યું- 'સૌર ઊર્જા સસ્તી હોવાથી, સૌર પીક અવર્સ દરમિયાન વીજળીનો દર ઓછો રહેશે. તેનો ફાયદો ગ્રાહકોને મળશે. “નોન-સોલાર કલાકો દરમિયાન, થર્મલ અને હાઇડ્રો પાવર તેમજ ગેસ આધારિત ક્ષમતાનો ઉપયોગ થાય છે. તેમની કિંમત સૌર ઉર્જા કરતા વધારે છે.
આ છે ટાર્ગેટ્સ
વીજળીના નવા નિયમો રિન્યુએબલ એનર્જીના ઉપયોગને પ્રોત્સાહિત કરશે. આ પગલું તેને 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણમાંથી તેની ઊર્જા ક્ષમતાના 65 ટકાનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરશે. આ સાથે વર્ષ 2070 સુધીમાં શૂન્ય ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરશે. એટલે કે 2070 સુધીમાં સમગ્ર વીજળી રિન્યુએબલ સ્ત્રોતોમાંથી બનાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube