દિપક પદમશાળી/ અમદાવાદ: અત્યાર સુધી તમે વ્યક્તિઓ દ્રારા વ્યક્તિઓના સામાજિક બહિષ્કારની વાત સાંભળી અને જોઈ હશે પણ શું તમે ક્યારેય હાથીઓ દ્રારા કોઈ હાથીના બહિષ્કારની વિશે સાંભળ્યું છે? છત્તીસગઢમાં દહેશતનો પર્યાય બની ચુકેલા હાથી ગણેશને બીજા હાથીઓએ બહિષ્કાર કરી દીધો છે. બીજા હાથીઓ હવે હાથી ગણેશથી દુર રહી રહ્યા છે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સસ્પેન્ડેડ કર્મચારીએ BOSSને ભેટ આપ્યું મધ, મજેદાર છે કારણ


લોકોના ઘર અને ખેતરમાં ઘુસીને પાકને નુકશાન કરતો આ હાથી કોઈ સામન્ય હાથી નથી. પણ આ હાથી છત્તીસગઢમાં ભય અને આતંકનો પર્યાય બની ચુક્યો છે. હાથી ગણેશે અત્યાર સુધી 15 લોકોનો જીવ લીધો છે અને ઘણા લોકોને ઈજા પહોંચાડી છે. આ હાથીએ ખેડુતોના પાકને પણ નુકશાન પહોંચાડ્યું છે. હાથી ગણેશના આતંકથી જ્યાં સ્થાનિક લોકો અને વન વિભાગ ચિંતિત છે ત્યારે છત્તીસગઢમાં હવે બીજા હાથીઓએ પણ હાથી ગણેશનો દુર રહી રહ્યા છે.


આ પણ વાંચો:- નવા ઘરમાં મહિલાને મળ્યું દિવાલમાં ચણાયેલું ઢીંગલીનું માથું, પછી તો... 


છેલ્લા ઘણા સમયથી હાથી ગણેશ જંગલોમાં એકલો જ ફરી રહ્યો છે. જંગલોમાં આંટાફેરા વખતે હાથી ગણેશને એક હાથીનું ઝુંડ દેખાયું  અને તે આ ઝુંડમાં સામેલ થવાનો પ્રયાસ પણ કર્યો હતો પણ હાથીઓનું ઝુંડ હાથી ગણેશને એકલા મુકીને જતાં રહ્યા. હાથી ગણેશ બીજા એક હાથીઓના ઝુંડમાં પણ સામેલ થવા ગયો પણ બીજા હાથીઓએ પણ તેને સાથ ન આપ્યો. વન વિભાગના અધિકારીઓ પણ આ વાતની પુષ્ટિ કરી રહ્યા છે અને માની રહ્યા છે કે હાથી ગણેશનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો:- જનસંખ્યા નિયંત્રણ પર સુનાવણીઃ પરિવાર નિયોજન માટે લોકોને બાધ્ય ન કરી શકાય- સુપ્રીમમાં કેન્દ્રનો જવાબ 


હાથી ગણેશની હરકતો જીવલેણ સાબિત થઈ રહી છે ત્યારે બીજા હાથીઓને પણ હાથી ગણેશની હરકતો પસંદ નથી આવી રહી..હાથીઓ દ્રારા હાથી ગણેશનો બહિષ્કાર ક્યાંકને ક્યાંક એ આતંકની સજા છે કે જે તેણે લોકો અને ખેતરમાં મચાવ્યો હતો. સોશિયલ મીડિયા પર હાથી ગણેશના બહિષ્કારની ચર્ચા થઈ રહી છે અને લોકો હવે રાહ જોઈ રહ્યા છે કે હાથી ગણેશનો બહિષ્કાર ક્યાં સુધી થાય છે અને આખરે તેની આ સજા ક્યારે પુરી થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube