નવી દિલ્હી: બુરાડીના સંત નગર વિસ્તારમાં એક જ પરિવારના 11 સભ્યોની લાશ મળવાના મુદ્દે ઘરમાં તપાસ દરમિયાન પોલીસને બે રજિસ્ટર મળ્યા છે. આ રજિસ્ટરોમાં લખવામાં આવેલી જાણકારી એવું પ્રતીત થાય છે કે પરિવારના સભ્યોના મોત કોઇ સમજી વિચારેલી યોજનાનો ભાગ હતો. રજિસ્ટર જે 35 પાના લખવામાં આવ્યા હતા તેની શરૂઆતમાં કેટલાક પાનામાં ત્યાં સુધીનો ઉલ્લેખ હતો કે મોક્ષ મેળવવા માટે કયા પરિવારના સભ્યને ઘરના કયા ભાગમાં ઉભા રહીને લટકવું પડશે. પોલીસ રજિસ્ટરમાં લખેલી વાતો તથા ઘટનાસ્થળના દ્વશ્યો સાથે તાર જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જોકે પોલીસ બીજા ઘણા પાસાઓ પર પણ તપાસ કરી રહી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તંત્ર-મંત્રના ચક્કરમાં હતો પરિવાર
પોલીસ સૂત્રોનું માનીએ તો રજિસ્ટરમાં મળતી માહિતી અનુસાર એવું લાગે છે કે પરિવારના લોકો તંત્ર-મંત્રના ચક્કરમાં પડેલા હતા. ઘરના મંદિર પાસેથી મળી આવેલા આ રજિસ્ટરોમાં અલૌકિક શક્તિઓ, મોક્ષ માટે મોતનો રસ્તો તથા આત્મા અને અદ્યાત્મમાં સંબંધો વિશે વિચિત્ર વાતો લખવામાં આવી હતી. પોલીસની તપાસ ટીમે જ્યારે રજિસ્ટરના પાનાને ધ્યાનથી વાંચ્યા તો તેમાં લખ્યું હતું કે મોક્ષ માટે જીવનને ત્યાગવું પડશે. આ પ્રક્રિયામાં કષ્ટ થશે એવામાં કષ્ટથી છુટકારો મેળવવા માટે આંખ તથા કાન બંધ કરવા પડશે. રજિસ્ટરમાં એ પણ જાણકારી આપવામાં આવી છે કે કયા વ્યક્તિએ કયા પ્રકારે કપડાથી લટકવાનું છે. ઉદાહરણ તરીકે કોને ચૂંદડી વડે કોને સાડી વડે લટકવાનું છે. તેનો ઉલ્લેખ રજિસ્ટરમાં છે.

બુરાડીમાં મળેલી 11 લાશોનું રહસ્ય, રજિસ્ટરમાં લખ્યું છે- બધી જ ઇચ્છાઓની પુરી થાય


છેલ્લે 26 જૂનના રોજ રજિસ્ટરમાં લખવામાં આવ્યું
પોલીસ સૂત્રોના અનુસાર મળી આવેલા રજિસ્ટરમાં બધી જ જાણકારીઓ તારીખ અનુસાર નોંધવામાં આવી હતી. પહેલીવાર રજિસ્ટરમાં નવેમ્બર 2017માં અને છેલ્લે 26 જૂન 2018ના રોજ લખવામાં આવ્યું હતું. તો બીજી તરફ રજિસ્ટરમાં ઉલ્લેખ હતો કે 30 જૂનના રોજ ભગવાને મળવાનું છે. રજિસ્ટરમાં એ વાતનો પણ ઉલ્લેખ હતો કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતી સાધનામાં ખૂબ કષ્ટમા6થી પસાર થવું પડી શકે છે. એવામાં બધા સભ્યો હાથ અને આંખોને બાંધી લેશે તથા કાનમાં રૂ નાખી દેશે જેથી તેમનું મન વિચલિત ન થાય. એ પણ લખવામાં આવ્યું હતું કે સાધના રાત્રે એક વાગે શરૂ કરવાની છે. પોલીસને શંકા છે કે પરિવારના કેટલાક સભ્યોએ શરૂઆતમાં આ ઘટનાની યોજના બનાવી. પછી બધાને તેમાં સામેલ કરી દીધા. 


ફોરેંસિક ટીમે પ્રાપ્ત કર્યા મહત્વપૂર્ણ પુરાવા
દિલ્હી પોલીસની ફોરેંસિક ટીમે ઘરમાં કેટલીક જગ્યાએથી ફિંગરપ્રિંટ લીધા છે. માનવામાં આવી રહ્યું છે કે કુતરાની સાંકળ પરથી મળેલી ફિંગરપ્રિંટ ઘણા પ્રશ્નોના જવાબ શોધવામાં મદદ કરી શકે છે. તપાસમાં પોલીસ ટીમને બધા પરિવારના સભ્યોના મોબાઇલ ઘરના મંદિર પાસે એક પોલીથીનમાં મળ્યા છે. બધા ફોન બંધ હતા.

બુરાડીમાં 11ના મોતનો મામલો: મિત્રોએ કહ્યું, મેં તેમને રાત્રે ક્રિકેટ રમતા જોયા હતા  


06 લાશોનું થઇ ચૂક્યું છે પોસ્ટમોર્ટમ
પોલીસ દ્વારા બધા 11 સભ્યોને રવિવારે જ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી. મોડી રાત સુધી તેમાંથી 06 લાશોનું પોસ્ટમોર્ટમ થઇ ગયું છે. બાકીના પાંચ બાળકોના પોસ્ટમોર્ટમ સોમવારે કરાવવામાં આવશે. પોલીસના સૂત્રોના અનુસાર પોસ્ટમોર્ટમમાં લાશો પર સંઘર્ષ અથવા ઇજાના કોઇ નિશાન મળ્યા નથી. 


પરિવારે દાન કરી હતી આંખો
તપાસમાં એ વાતની જાણકારી સામે આવી રહી છે કે મૃતક પરિવારે પોતાની આંખોને દાન કરવા માટે પહેલાંથી રજિસ્ટ્રેશન કરાવી રાખ્યું હતું. તો બીજી તરફ સોસાયટીના લોકોના જણાવ્યા અનુસાર આ લોકો એક બોર્ડ પર દરરોજ એક સુવિચાર લખતા હતા. તેમના ઘરમાં અવાર નવાર પૂજા પાઠનું આયોજન પણ કરવામાં આવતું હતું.