નવી દિલ્હીઃ Kangana Ranaut On Elon Musk : ટેસ્લાના સીઈઓ એલન મસ્ક હવે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરના નવા માલિક બની ગયા છે. ટ્વિટર ખરીદ્યા બાદ એલને કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલને પણ સસ્પેન્ડ કરી દીધા છે. એલન મસ્ક ટ્વિટરના માલિક બનવાની સાથે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત ખુબ ખુશ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનાએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરતા પોતાના ફેન્સના ઘણા ટ્વીટ શેર કર્યાં છે. ટ્વિટર પર કંગના પોતાના વિવાદિત નિવેદન અને ધાર્મિક-રાજકીય પોસ્ટને લઈને ચર્ચામાં રહી હતી. મહારાષ્ટ્ર સરકારની સાથે વિવાદોને લઈને પણ કંગના ખુબ હેડલાઇનમાં રહી હતી. ત્યારબાદ કંગનાનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. 


કંગના રનૌતે સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ખુશી જાહેર કરી છે. અભિનેત્રીએ ટ્વિટરના નવા માલિક બનવા માટે એન મસ્ક માટે તાળીઓ પાડી પોતાના ફેન્સના ટ્વીટ શેર કર્યાં. કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના એક ફેનના પોસ્ટને શેર કરી છે, જેમાં એલન મસ્કને અભિનેત્રીનું એકાઉન્ટ ફરી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. 


એક યૂઝરે લખ્યું- ફ્રીડમ ઓફ સ્પીચની ભાવનાની કદર કરતા આશા છે કે એલન મસ્ક કંગના રનૌતનું એકાઉન્ટ રીસ્ટોર કરશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube