ઈસ્લામાબાદ: પાકિસ્તાન એકબાજુ જ્યાં કાશ્મીર મુદ્દે સતત હોબાળો મચાવતું જોવા મળી રહ્યું છે ત્યાં તેની જ સંસદમાં અત્યંત શરમજનક વ્યવહાર જોવા મળ્યો છે. ગુરુવારે પાકિસ્તાનની સંસદમાં કઈંક એવું જોવા મળ્યું કે જોનારાને શરમ આવી જાય. સંયુક્ત અધિવેશન દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદો ઝઘડી પડ્યાં. તેમની વચ્ચે ખુબ ધક્કામૂક્કી થઈ અને થપાટો પણ પડી. મહિલા સાંસદો સાથે પણ દુર્વ્યવહાર થયો તથા ઈમરાન ખાન વિરુદ્ધ વિપક્ષના સાંસદોએ ખુબ નારેબાજી કરી. પાકિસ્તાનની સંસદમાં થયેલા આ તમાશાને સોશિયલ મીડિયામાં ખુબ પ્રતિક્રિયા મળી રહી છે અને લોકો આ બદલ પાકિસ્તાનના નેતાઓની ઝાટકણી પણ કાઢી રહ્યાં છે. શરમજનક વાત એ છે કે જ્યારે આ હોબાળો મચી રહ્યો હતો ત્યારે વડાપ્રધાન ઈમરાન ખાન, પાકિસ્તાનની નેવી અને વાયુસેનાના પ્રમુખ તથા જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ પણ સંસદમાં  હાજર હતાં. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...