તાજેતરમાં જ એક ઘટના બની છે. મોસ્કોથી ગોવા માટે નિકળેલા આંતરરાષ્ટ્રીય વિમાનમાં બોમ્બ હોવાની અફવા ફેલાઈ. વિમાનને જામનગર ઈમરજન્સી લેન્ડીંગ કરાવવું પડ્યું અને કંઈ વાંધાજનક ન જણાતા ફરી વિમાનને રવાના કરાયું પણ સવાલ એ થાય કે શું વિમાન કોઈપણ સ્થળે ઈમજન્સી લેન્ડિંગ કરી શકે. વિમાનને ઈમરજન્સી લેન્ડ કરાવવા માટેના નિયમો શું છે અને શું કોઈ પણ દેશમાં વિમાન ઈમરજન્સી લેન્ડિંગ કરી શકે?.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી પહેલા આપણે એ જાણીએ કે ઈમરજન્સી લેન્ડિંગ કેટલા પ્રકારની હોય છે.વિમાનોની ઈમરજન્સી લેન્ડિંગ ત્રણ પ્રકારની હોય છે..

પહેલો પ્રકાર - ફોર્સ્ડ લેન્ડિંગ  : જ્યારે આગળ ઉડાણ ભરી શકાય તેમ ન હોય અથવા એન્જિન ફેઈલ થઈ જાય ત્યારે કરવામાં આવે છે.

બીજો પ્રકાર - પ્રિકોશનરી લેન્ડિંગ : આ કેસમાં વિમાન આગળ ઉડી શકે તેમ હોય છે પરંતુ વધુ જોખમ ન લેતા વિમાનને ઉતરાવામાં આવે છે. આ લેન્ડિંગ સામાન્ય રીતે ઈંધણની અછત, ખરાબ વાતાવરણ, કોઈની ખરાબ તબિયત થતા સમયે કરવામાં આવે છે. 


ત્રીજો પ્રકાર - ડિચિંગ  :  જ્યારે ઈમરજન્સીમાં વિમાનને પાણીમાં ઉતારવામાં આવે તો તેને ડિચિંગ કહેવાય છે. 


શું કોઈ પણ દેશમાં વિમાનની ઈમજન્સી લેન્ડિંગ કરી શકાય છે. હવે આ સવાલનો જવાબ જાણીએ. 
કોઈપણ દેશ ઈમરજન્સી લેન્ડિંગ માટે ના નથી કહેતો. જોઈ ફ્લાઈટને લઈને કોઈ ઈમરજન્સી છે લોકોના જીવને ખતરો છે તો નિયમ મુજબ કોઈપણ દેશ ઈમરજન્સી લેન્ડિંગ માટે ના નહીં કરે.  


હે ભગવાન! 500-1000 રૂપિયાની જ નહીં સરકારે તો આ ચલણી નોટ પણ કરી નાખી છે બંધ


એક નિર્ણયે જિંદગી બદલી, આ ખેડૂત દર મહિને કરે છે અધધધ...કમાણી, જાણીને આંખો પહોળી થશે


ડિજિટલ ટીવી રિસિવર, USB ટાઈપ સી ચાર્જર-વીડિયો સર્વિલાન્સ સિસ્ટમ માટે ગુણવત્તા માપદંડ


બે સ્થિતિ હોય છે. 
પહેલી એ કે - એક દેશે કોઈ એરલાઈનને પોતાના દેશ ઉપરથી પસાર થવાની મંજૂરી આપી છે. એવામાં એ એરલાઈનને લેન્ડ કરવું પડે તો એ દેશને ઈમરજન્સી લેન્ડિંગ માટે છૂટ આપવી પડશે કારણકે વિમાન એમના ક્ષેત્રમાં છે. 


બીજી સ્થિતિ એ કે - કોઈ વિમાન જ-તે દેશના એરસ્પેસમાં ભલે ન હોય પરંતુ ઈમરજન્સી લેન્ડિંગ માટે સૌથી નજીક એ જ દેશ હોય તો આવી સ્થિતિમાં પણ વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ માટે મંજૂરી માગવામાં આવે છે. 


સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સી છે. ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન આ કાઉન્સિલનો એક મહત્વનો નિયમ એ છે કે કોઈ દેશ કોઈ પણ સ્થિતિમાં બીજા દેશની ફ્લાઈટને લેન્ડિંગની ના કહી શકે નહીં. જો કોઈ ઈમરજન્સી છે તો જે દેશની એરસ્પેસમાં વિમાન હાજર છે તે ક્ષેત્રના એર ટ્રાફિક કંટ્રોલરની જવાબદારી હોય છે એ પ્લેનને સુરક્ષિત રસ્તો બતાવે. જ્યારે વિમાન એક દેશમાંથી બીજા દેશમાં ઉડાણ ભરે છે જ્યારે તેના રૂટની જાણકારી સંબંધિત એર ટ્રાફિક કંટ્રોલરને હોય છે કે કયું વિમાન ક્યા સમયે એમના એરસ્પેસમાંથી પસાર થશે. આનું ક્લિયરન્સ પહેલાથી આપી દેવામાં આવે છે.  ઈમરજન્સીની સ્થિતિમાં પાયલટને સંબંધિત એરટ્રાફિક ફેસિલિટિ પાસે મદદ માટે સંપર્ક કરવાનો હોય છે. અને સમસ્યા જણાવવાની હોય છે. જેમ કે ઈંધણ લીક થઈ રહ્યું છે, આગ લાગી રહી હોય કે કોકપિટમાં ધુમાડો આવતો હોય તો સંબંધિત એરટ્રાફિક કંટ્રોલરને ઈમરજન્સીની સૂચના આપવાની સાથે લેન્ડિંગની અપીલ કરવામાં આવે છે. એ વિસ્તારના એરટ્રાફિક કંટ્રોલર તરફથી આગળની મંજૂરીઓ અને જરૂરી નિર્દેશ આપવામાં આવે છે. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube