આતંકીઓ પર અવકાશમાંથી નજર રાખશે ભારત, ISROએ લોન્ચ કર્યું એમિસેટ
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)એ સોમવારે આધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી આજે સવારે 9:27 વાગે ભારતીય રોકેટ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી) દ્વારા ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સેટેલાઇટ, એમિસેટનું પ્રોજેક્શન કર્યું છે.
નવી દિલ્હી: અવકાશની દુનિયામાં સતત ઇતિહાસ રચનાર ભારતે આજે વધુ એક સફળતા મેળવી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)એ સોમવારે આધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી આજે સવારે 9:27 વાગે ભારતીય રોકેટ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી) દ્વારા ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સેટેલાઇટ, એમિસેટનું પ્રોજેક્શન કર્યું છે.
વધુમાં વાંચો: #IndiaKaDNA : ZEE ન્યૂઝના મહાસંવાદમાં અમિત શાહથી લઈને અખિલેશ યાદવ રજુ કરશે પોતાની વાત
સવારે 9:27 વાગે ઉઠાન ભર્યાના લગભગ 17 મિનિટ બાદ રોકેટ 749 કિલોમીટર દુર સ્થિત ભ્રમણકક્ષામાં 436 કિલોગ્રામના એમીસેટનું પ્રોજેક્શન કર્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, વ્યૂહાત્મક વિસ્તારોમાંથી ઉપગ્રહની માગ વધી ગઇ છે.