નવી દિલ્હી : મંદીના સમયગાળામાં દેશમાં રોજગાર સર્જન વિશે સારા સમાચાર છે. જાહેર કરાયેલી માહિતી પ્રમાણે દેશમાં ગયા વર્ષે નવેમ્બરમાં 14.33 લાખ નવી નોકરીઓ ઉભી થઈ છે જે ઓક્ટોબર 2019ની સરખામણીમાં 17 ટકા વધારે છે. કેન્દ્ર દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ પ્રમાણે દેશમાં રોજગારી સર્જનમાં ઓક્ટોબરની સરખામણીમાં નવેમ્બરમાં વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Poha Politics: કેન્દ્રીય મંત્રીનો ઓવૈસીનો જવાબ- હું પણ પૌંઆ ખાઉં છું, ઇચ્છો તો તમે પણ...


નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ પ્રમાણે દેશમાં ફોર્મલ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓની વાત કરીએ તો 2019ના નવેમ્બર દરમિયાન 14,33,000 નવા કર્મચારી એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્શ્યોરન્સ (ESI) સાથે જોડાયા હતા જ્યારે એક મહિના પહેલાં ઓક્ટોબર 2019માં કુલ 12,60,229 કર્મચારીઓનો ઉમેરો થયો હતો. આમ, આ યોજના સાથે જોડાયેલા કર્મચારીઓની સંખ્યામાં ઓક્ટોબર કરતા નવેમ્બરમાં 17.7 ટકાનો વધારો થયો હતો. 


કોરોના વાયરસની ભારતમાં અન્ટ્રી! મુંબઇમાં બે શંકાસ્પદ કેસ મળ્યા, એરપોર્ટ્સ પર સુરક્ષા વધારી


એનએસઓના રિપોર્ટ પ્રમાણે નાણાંકીય વર્ષ 2018-19 દરમિયાન ESI સાથે કુલ 1.49 કરોડ નવા ગ્રાહક જોડાયા હતા જ્યારે સપ્ટેમ્બર 2017થી માંડીને નવેમ્બર 2019 દરમિયાન આ યોજના સાથે કુલ 3.37 કરોડ ગ્રાહકો જોડાયા હતા. એનએસઓનો આ રિપોર્ટ કર્મચારી ભવિઇષ્ય નિધી, એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્શ્યોરન્સ અને રાષ્ટ્રીય પેન્શન યોજનાના આંકડાઓ પર આધારિત છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...