શ્રીનગરઃ શ્રીનગરના બટમાલૂ વિસ્તારમાં રવિવારે સવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ વિસ્તારમાં આતંકીઓ દ્વારા થોડી-થોડી વારે ફાયરિંગ થઈ રહ્યું છે. સુરક્ષા જવાનોએ વિસ્તારને ઘેરી લીધો છે અને ત્યાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જાણકારી પ્રમાણે સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક પોલીસકર્મિઓને ગોળી વાગી છે. તેમાં એક કોન્સ્ટેબલ શહીદ થયો છે. સુરક્ષા જવાનો આતંકીઓને શોધવા માટે ઓપરેશન ચલાવી રહ્યાં છે. 




જમ્મૂ કાશ્મીરના ડીજીપી એસપી વૈદે જાણકારી આપતા જણાવ્યું કે, સુરક્ષાદળોને વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી. બટમાલૂમાં તેમને શોધવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું. તેના તરફથી ફાયરિંગ થયું. ફાયરિંગમાં એક એસઓજી જવાન શહીદ થયો છે. આ સાથે જમ્મૂ કાશ્મીર પોલીસનો એક જવાન અને બે સીઆરપીએફના જવાનને ઈજા થઈ છે. ઓપરેશન હજુ ચાલી રહ્યું છે.