જમ્મુ અને કાશ્મીર: જમ્મુ કાશ્મીરના પુલવામાના બેગપોરામાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાના જવાનોએ હિજબુલ કમાન્ડર રિયાઝ નાઈકૂને ચારેબાજુથી ઘેરી લીધો છે. રિયાઝ નાઈકૂ પર 12 લાખનું ઈનામ છે. આ અગાઉ પુલવામા જિલ્લાના અવંતીપોરાના દક્ષિણ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક આતંકી માર્યો ગયો છે. સુરક્ષાદળોએ અવંતીપોરાના પંપોરને ઘેરી લેવામાં આવ્યો છે જ્યાં 2 થી 3 આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

J&K: બડગામમાં સુરક્ષાદળો પર ગ્રેનેડ હુમલો, CRPFના 2 જવાન અને 4 નાગરિક ઘાયલ


મળતી માહિતી મુજબ સેનાની 50RR, CRPF ની 185BN અને પોલીસની જોઈન્ટ ટીમે ખ્રૂ પંપોરના શરશાલી વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ અભિયાન શરૂ કર્યું. આ સર્ચ અભિયાન દરમિયાન સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. સુરક્ષા દળોએ સંદિગ્ધ જગ્યાને ચારે બાજુથી ઘેરી લીધી અને વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું છે. આ અથડામણમાં એક આતંકી માર્યો ગયો છે. 


આ બાજુ અવંતીપોરાના બેગપોરા વિસ્તારમાં પણ સર્ચ અભિયાન ચાલુ છે. અહીં હિજબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર રિયાઝ નાયકૂ છૂપાયેલો હોવાની આશંકા છે. રિયાઝ નાયકૂનું આ પૈતૃક ગામ છે. સૂચના મળ્યા બાદથી જ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. બેગપોરામાં 4 દિવસમાં આ 5મી અથડામણ છે. 


ભારત પોતાના જાંબાઝ જવાનોની શહાદતનો બદલો આ રીતે લઈ શકે છે, જાણો PAKની તબાહીના 3 પ્લાન


બડગામમાં સુરક્ષાદળો પર ગ્રેનેડ હુમલો, CRPFના 2 જવાન અને 4 નાગરિક ઘાયલ
જમ્મુ અને કાશ્મીરમાં મંગળવારે ( 5મી મે) સતત ત્રીજા દિવસે સુરક્ષાદળોને નિશાન બનાવવામાં આવ્યાં છે. આજે આતંકીઓએ બડગામ જિલ્લાના પાખેરપોરા વિસ્તારમાં સુરક્ષાદળો પર ગ્રેનેડ હુમલો કર્યો. હુમલામાં સીઆરપીએફની 18મી બટાલીયનના બે જવાન અને ચાર સ્થાનિક નાગરિકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. હુમલા બાદ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન શરૂ કરાયું છે. 


જુઓ LIVE TV



હંદવાડામાં CRPF ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદી હૂમલો, 3 જવાન શહીદ
અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં સોમવારે (4થી મે) પણ આતંકવાદીઓએ CRPFની પેટ્રોલ પાર્ટી પર હુમલો કર્યો. આ હુમલામાં ત્રણ જવાન શહીદ થયા. આ ઉપરાંત 6 જવાન ઘાયલ છે જેપૈકી 4ની સ્થિતિ ગંભીર છે. સુરક્ષાદળોએ આતંકવાદીઓને પણ ઠાર માર્યા હતાં. આતંકવાદીની અત્યાર સુધી ઓળખ થઇ શકી નથી. હંદવાડાના કાઝિયાબાદ વિસ્તારમાં આ ઘટના ઘટી હતી. આતંકવાદીઓએ સીઆરપીએફની A 92 બટાલિયન પર હુમલો કર્યો હતો. 


હંદવાડામાં બે આતંકીનો ખાતમો, ઓપરેશનમાં સેનાના બે મોટા અધિકારી સહિત 5 શહીદ
​જમ્મૂ-કાશ્મીરના હંદવાડામાં રવિવારે 3 મેના રોજ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સેનાએ અહીં બે વિદેશી આતંકીઓને ઠાર કર્યાં. જમ્મૂ-કાશ્મીરથી મળેલી જાણકારી પ્રમાણે આ અથડામણ શનિવારથી ચાલી હતી. આ અથડામણમાં ભારતીય સેનાના કર્નલ-મેજર સહિત ચાર જવાન શહીદ થયા છે. આ સિવાય જમ્મુ-પોલીસનો એક જવાન પણ શહીદ થયો.