છત્તીસગઢ: બીજાપુરમાં નક્સલી હૂમલો, 5 નક્સલવાદી ઠાર, 5 જવાન ઘાયલ
અગાઉ સવારે 05.30 વાગ્યે વોટિંગ પહેલા જ નક્સલવાદીઓએ દંતેવાડાનાં કોતેકલ્યાન બ્લોકનાં તુમકપાલ કેમ્પ પાસે IED બ્લાસ્ટ કર્યો હતો
નવી દિલ્હી : છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓની વચ્ચે થયેાલ ઘર્ષણમાં 5 નક્સલવાદીઓનાં મૃત્યુનાં સમાચાર છે. ઘર્ષણમાં કોબરા બટાલિયન (કમાંડો બટાલિયન ફોર રિસોલ્યૂટ એક્શન)નાં 5 જવાનો ઘાયલ થયા છે. આ સંઘર્ષ બીજાપુરના પામેડ વિસ્તારમાં થયું છે. કોબરા બટાલિયનનાં તમામ ઘાયલ જવાન ખતરાની બહાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે જ છત્તીસગઢની 18 સીટો પર વોટિંગ થઇ રહ્યું છે. તેમાં નક્સલ પ્રભાવિત બિજાપુર જિલ્લાની સીટોનો પણ સમાવેશ થાય છે. 28 સીટો માટે થઇ રહેલી ચૂંટણીમાં મોહલા માનપુર, અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકાલ, કોંડાગાંવ, નારાયણપુર, બીજાપુર, કોંટા ક્ષેત્ર સૌથી વધારે નક્સલ પ્રભાવિત છે.
સોમવારે સવાહરે 5.30 વાગ્યે વોટિંગ પહેલા નક્સલવાદીઓએ દંતેવાડાનાં કાતેકલ્યાન બ્લોકનાં તુમકપાલ કૈંપ નજીક આઇઇડી બ્લાસ્ટ કર્યો. જો કે આ બ્લાસ્ટમાં કોઇ જ ઇજાગ્રસ્ત થયું નછી. ઘટના અંગે માહિતી આપતા એન્ટી નક્સલ ઓફરેશનનાં એઆઇજી દેવનાથે કહ્યું કે, નક્સલવાદીઓએ સોમવારે સવારે આશરે 05.30 વાગ્યે સુરક્ષા દળોને નિશાન બનાવવાનાં ઇરાદાથી તુમકપલ-નયાનર રોડ પર આઇઇડી બ્લાસ્ટ કર્યો છે. આ દરમિયાન પોલિંગ પાર્ટી અને સુરક્ષાદળોને કોઇ નુકસાન નથી થયું. બ્લાસ્ટ બાદ પોલિંગ પાર્ટીને સુરક્ષીત નયાનર પોલીસ બૂથ પર પહોંચાડવામાં આવ્યા.
નક્સલ પ્રભાવિત મોહલા - માનપુર, મોહલા માનપુર, અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકાલ, કોંડાગાંવ, નારાયણપુર, બીજાપુર, કોંટા જિલ્લાઓમાં સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ થઇ ગયું તથા બપોરે 3 વાગ્યા સુધી મતદાન થયું. બીજી તરફ વિધાનસભા ચૂંટણી ક્ષેત્ર ખેરાગઢ, ડોગરગઢ, રાજનંદગાંવ, ડોંગરગાંવ, ખુજ્જી, બસ્તર, જગદલપુર અને ચિત્રકોટમાં સવારે 8 વાગ્યે મતદાન ચાલુ થયું અને સાંજે 5 વાગ્યા સુધી મતદાન થયું.