અમૃતસરઃ પંજાબના અમૃતસર જિલ્લાના ચીચા ભકના ગામમાં પોલીસ અને ગેંગસ્ટરો વચ્ચે ચાલી રહેલું એનકાઉન્ટર સમાપ્ત થઈ ગયું છે. અહીં ચાર ગેંગસ્ટર્સને ઠાર કરી દેવામાં આવ્યું છે. આ એનકાઉન્ટરમાં સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં જોડાયેલો એક આરોપી પણ ઢેર થઈ ચુક્યો છે. તેમાં ત્રણ પોલીસકર્મી, ત્રણ સામાન્ય નાગરિક ઈજાગ્રસ્ત થવાની જાણકારી મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એનકાઉન્ટર ખતમ, ચાર આતંકી ઢેર
અમૃતસરના અટારીમાં ચાલી રહેલ એનકાઉન્ટરમાં તમામ ગેંગસ્ટર માર્યા ગયાના સમાચાર મળી રહ્યાં છે. પોલીસે હવે ફાયરિંગ બંધ કરી દીધુ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. હવે જૂની હવેલીમાં સર્ચ ચાલી રહ્યું છે. પોલીસે કહ્યું કે, એનકાઉન્ટર પૂરુ થઈ ગયું છે. જેમાં ચાર લોકો માર્યા ગયા છે. તેમાં શૂટર જગરૂપ રૂપા અને મનપ્રી ઉર્ફે મનુ ખુસા પણ ઢેર થયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube