J&K: રાજપોરામાં આતંકી અથડામણ, 4 આતંકીઓને સુરક્ષાદળોએ ઘેર્યા, એક જવાન શહીદ
જમ્મુ અને કાશ્મીરના પુલવામા (Pulwama) માં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ગઈ કાલ મોડી રાતથી શરૂ થયેલી અથડામણ હજુ પણ ચાલુ છે.
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પુલવામા (Pulwama) માં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ગઈ કાલ મોડી રાતથી શરૂ થયેલી અથડામણ હજુ પણ ચાલુ છે. પુલવામા જિલ્લાના રાજપોરાના હંજનબાલા વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં 4 આતંકીઓને ઘેર્યા હોવાની શક્યતા છે.
અથડામણમાં એક જવાન શહીદ
કાશ્મીર ઝોનના પોલીસ અધિકારીઓના જણાવ્યાં મુજબ આ અથડામણમાં ક્રોસ ફાયરિંગ દરમિયાન એક જવાન શહીદ થયો છે. કહેવાય છે કે અથડામણ સમયે જવાનને ગોળી વાગી હતી. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તે જવાનનું મૃત્યુ થયું.
સર્ચ અભિયાન બાદ શરૂ થઈ અથડામણ
જમ્મુ અને કાશ્મીર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરીની સૂચના મળતા ગુરુવારે મોડી રાતે સુરક્ષાદળોએ પુલવામા જિલ્લાના રાજપોરા વિસ્તારના હંજનબાલામાં ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન શરૂ કર્યું. ત્યારબાદ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું જેનો સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપ્યો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube