સુકમા : છત્તીસગઢનાં નક્સલ પ્રભાવિત સુકમામાં સુરક્ષા દળને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. સુકમા જિલ્લાના કિસ્ટારામ અને ચિંતાગુફા બે અલગ અલગ વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓની વચ્ચે થયેલા ઘર્ષણમાં સુરક્ષાદળનાં જવાનોએ 8 નક્સલીઓ ઠાર પાડ્યા છે. બીજી તરફ હુમલામાં બે ડીઆરજી જવાન પણ શહીદ થઇ ગયા છે, જેના શબને પોલીસ દળ ઘટના સ્થળથી નિકળવાનાં પ્રયાસો કરી રહ્યા હતા. બીજી તરફ પોલીસ દળે નક્સલવાદીઓનાં તમામ આઠ શબ જપ્ત કરી લીધા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિસ્ટારામમાં સર્ચિંગ દરમિયાન ઘર્ષણ
ઘટનાની પૃષ્ટી કરતા એસપી અભિષેક મીણાએ જણાવ્યું કે, ડીઆરજીનાં કેટલાક જવાનો કિસ્ટારામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્ચિન માટે નિકળ્યા હતા. ત્યારે પહેલાથી તૈયારી કરીને બેઠેલા નક્સલવાદીઓએ અચાનક ફાયરિંગ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ ફાયરિંગ ચાલુ કર્યું અને 8 નક્સલવાદીઓને ઠાર માર્યા. આ તરફ નક્સલવાદી હૂમલામાં બે ડીઆરજી જવાનોને પણ ગોળી વાગી. જેથી તેઓ ઘટના સ્થળે જ શહીદ થયા હતા. દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનોનાં શબ મેળવવા માટેનાં પોલીસ પ્રયાસ કરી રહી છે. બીજી તરફ આ વિસ્તારમાં ઘર્ષણ હજી પણ ચાલી રહ્યું છે. 

પુર્વ તૈયારી સાથે આવ્યા હતા નક્સલવાદી
બીજી તરફ ઓપરેશન દરમિયાન એક ઘાયલ નક્સલવાદી પોલીસનાં હાથમાં આવી ગયો હતો. ચિંતાગુફા પોલીસ સ્ટેશનનાં એલમાગુડા ગોદરાજાપાડની વચ્ચે સોમવારે સર્ચિંગ ઓપરેશનમાં રહેલ સીઆરપીએફની કોબરા 206 બટાલિયનનાં જવાનો પર નક્સલવાદીઓએ હૂમલો કર્યો તો જવાનોએ પણ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ ચાલુ કરી દીધું. જેનાં કારણે એક નક્સલવાદી ઘાયલ થઇ ગયો અને તે ઘટના સ્થળથી ભાગી શક્યો નહોતો. ત્યાર બાદ ઘટના સ્થળેથી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ઘટના સ્થળપરથી મોટા પ્રમાણમાં હથિયાર અને વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરી છે.