કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં 3 આતંકવાદી ઠાર, શુક્રવારે કાશ્મીર બંધનું એલાન
એન્કાઉન્ટરની ઘટનાઓમાં એક સુરક્ષાદળના જવાન શહીદ થયા હતા, જ્યારે ત્રણ જવાનો ગંભીર રીતે ઘાયલ
શ્રીનગર : બડગામમાં એરપોર્ટની નજીક એક ઘરમાં છુપાયેલા ત્રણ આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા છે. જો કે તેમાં સેનાનાં એક જવાન પણ શહીદ થઇ ગયા હતા. સાથે જ 3 સુરક્ષા કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. એક નાગરિકના મોતની પણ માહિતી મળી રહી છે. આ એન્કાઉન્ટર આશરે 12 કલાક સુધી ચાલ્યું હતું. એન્કાઉન્ટર સવારે 3 વાગ્યે ચાલુ થયું. એખ સાથે ત્રણ સ્થળો પર આતંકવાદીઓ છુપાયેલા હોવાની બાતમીના આધારે ઓપરેશન હાથ ધરાયું હતું. આ સ્થળ દક્ષિણી કાશ્મીરમાં અનંતનાગમાં ડુરૂ શાહબાદ, બુડગમના પજન અને શ્રીનગરના નૂરબાગ કમરવાઇ ત્રણ સ્થળો પર આતંકવાદીઓને ચારે તરફતી ઘેરી લેવામાં આવ્યા હતા.
શ્રીનગરનું નુરબાગ એન્કાઉન્ટર
શ્રીનગરના નુરબાગ કમરવાઇ ઘર્ષણ આશરે 4.15 વાગ્યે ચાલુ થયું. જ્યારે પોલીસને આતંકવાદીઓ છુપાયેલા હોવાની બાતમી મળી હતી. આ સમગ્ર વિસ્તારને ચારેતરફઘી ઘેરી લેવામાં આવ્યો હતો. સર્ચ ઓપરેશ હાથ ધરવામાં આવ્યું હતું. 5 વાગ્યાની આસપાસ સુરક્ષા કર્મચારીઓ પર ગોળીબાર થયું તો જવાબી કાર્યવાહી પણ કરવામાં આવી. જો કે અંધારાનું ફાયદો ઉઠાવીને આતંકવાદીઓ ભાગવામાં સફળ રહ્યા હતા.
ડુરૂ શાહબાદ અનંતનાગ એન્કાઉન્ટર
આ ઓપરએશન દક્ષિણી કાશ્મીરનાં ડૂરુ શાહાબાદ અનંતનાગ જિલ્લામાં સવારે 3 વાગ્યે ચાલુ થયું. સવારે 4.30 વાગ્યે ઘરમાં છુપાયે આલંતવાદીઓનું સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબાર થયો. બે આતંકવાદીઓ છુપાયા હતા. આ ઓપરેશન 8.30 વાગ્યા સુધી ચાલ્યું. જો કે એક આતંકવાદી ભાગી છુટવામાં સફળ રહ્યો જ્યારે અન્ય એક આતંકવાદી ઠાર મરાયો. જો કે અહીં સેનાના એક જવાન શહીદ થઇ ગયા હતા. આતંકવાદીને ઠાર મરાયા બાદ આ વિસ્તારમાં હિંસક પ્રદર્શન થયું હતું.
બુડગમના પજનમાં એન્કાઉન્ટર
આ ઓપરેશન પણ 3 વાગ્યે ચાલુ થયું. 5 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી હતી. અંધારામાં 3 આતંકવાદીઓ ભાગવામાં સફળ રહ્યા. જ્યારે બે આતંકવાદીઓ ઠાર મરાયા હતા. બંન્ને આતંકવાદીઓ હિઝબુલનાં સ્થાનિક આતંકવાદીઓ હતા. એકનું નામ ઇરફાન અને બિજાનું નામ શીરાઝ છે. ઇરફાન અગાઉ SPO હતો જે પંપોર પોલીસ સ્ટેશનમાંથી બંદુક લઇને ફરાર થઇ ગયો હતો. અહીં 3 સુરક્ષા દળ ઘાયલ થઇ ગયા હતા. જ્યાં એક જવાનની હાલત ગંભીર છે. જો કે એન્કાઉન્ટર અટકાવવા માટે વચ્ચે આવેલા ટોળા પર જવાબી કાર્યવાહીમાં 15 લોકો ઘાયલ થયાની માહિતી છે. હાલ ત્રણેય સ્થળો પર ઇન્ટરનેટ સેવા પ્રતિબંધિત છે. અલગતાવાદીઓએ શુક્રવારે બંધનું એલાન પણ આપ્યું છે.