J&K: પુલવામાના ત્રાલમાં મોટી અથડામણ, સેનાની કાર્યવાહીમાં 3 આતંકી ઠાર
આ મામલો ત્યારે સામે આવ્યો છે જ્યારે જમ્મૂ-કાશ્મીરના કુલગામમાં ચેકિંગ દરમિયાન એક ગાડીમાંથી હિઝબુલના બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોંકવનારી વાત છે કે પકડાયેલા આતંકીઓની સાથે કારમાં જમ્મૂ-કાશ્મીર પોલીસનો એક ડીએસપી હાજર હતો.
ત્રાલઃ જમ્મૂ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં રવિવારે સવારે શરૂ થયેલી એક અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. સેના અને જમ્મૂ-કાશ્મીર પોલીસની ટીમોએ હિઝબુલ અને જૈશના બે આતંકીઓને મારી દીધા છે. માર્યા ગયેલા આતંકીઓની ઓળથ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી અમય ફયાઝ લોન, આદિલ બશીર મીર અને જૈશ-એ-મોહમ્મદના આતંકી ફૈઝાન મોહમ્મદ ભટના રૂપમાં થઈ છે.
જાણકારી પ્રમાણે, ભારતીય સેનાને ગુપ્ત માહિતી દ્વારા પુલવામામાં ત્રણ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ગુપ્ત માહિતીના આધાર પર સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ, જમ્મૂ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના જવાનોએ ત્રાલમાં એક સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. રવિવારે સવારે શરૂ થયેલી અથડામણમાં બપોરે 2 આસપાસ ત્રણ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા.
આ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન
ત્યારબાદ સેનાએ ગુલશનપોરા વિસ્તારમાં એક મોટુ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આતંકીઓના મૃતદેહ કબજે કર્યાં બાદ સેના અહીં મોટુ સર્ચ ઓપરેશન કરી રહી છે. પોલીસ પ્રમાણે, માર્યા ગયેલા આતંકીઓમાંથી એક આતંકી જૈશ-એ-મોહમ્મદ અને બે હિઝબુલ માટે કામ કરતા હતા.
208 શૈક્ષણિક વિદ્વાનોએ પીએમ મોદીને લખ્યો પત્ર, શિક્ષાના માહોલને ખરાબ કરી રહ્યાં છે લેફ્ટ વિંગના લોકો
આતંકીઓની મદદ કરી રહ્યો હતો ડીએસપી
આ મામલો ત્યારે સામે આવ્યો છે જ્યારે જમ્મૂ-કાશ્મીરના કુલગામમાં ચેકિંગ દરમિયાન એક ગાડીમાંથી હિઝબુલના બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોંકવનારી વાત છે કે પકડાયેલા આતંકીઓની સાથે કારમાં જમ્મૂ-કાશ્મીર પોલીસનો એક ડીએસપી હાજર હતો. સુરક્ષાદળોએ તેની પણ ધરપકડ કરી લીધી છે. ડીએસપી રાષ્ટ્રપતિ પોલીસ મેડલ વિજેતા છે.
ડીએસપીના ઘરેથી ગ્રેનેડ અને એક 47 મળી
અધિકારીઓએ જણાવ્યું કે, ડીએસપી આતંકીઓને ઘાટીમાંથી બહાર કાઢવામાં મદદ કરી રહ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે ડીએસપીની મદદથી આતંકી દિલ્હી જવાના હતા. બીજીતરફ ડીએસપીના ઘરે રેડ દરમિયાન 5 ગ્રેનેડ અને 3 એકે-47 જપ્ત કરવામાં આવી છે.
શાહનું કોંગ્રેસ પર નિશાન, કહ્યું- જેટલો પણ વિરોધ કરો, અમે નાગરિકતા આપીને રહીશું
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube