નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે આજે ફરીથી એકવાર અથડામણ શરૂ થઈ ગઈ છે. આ અથડામણ બારામુલ્લાના સોપોરના વારપોરા ગામમાં થઈ રહી છે. સુરક્ષાદળોએ અથડામણમાં એક આતંકીનો ખાતમો બોલાવ્યો છે. કહેવાય છે કે વિસ્તારમાં 2 થી 3 આતંકીઓને સુરક્ષાદળોના જવાનોએ ઘેર્યા છે. બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. સુરક્ષા દળોએ સુરક્ષા કારણોસર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાવી છે. આ સાથે જ વિસ્તારમાં કલમ 144 લાગુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે સોમવારે દક્ષિણ  કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે 16 કલાક અથડામણ ચાલી હતી જેમાં 14મી ફેબ્રુઆરીએ થયેલા આત્મઘાતી હુમલામાં સંડોવાયેલા આતંકીઓ કામરાન સહિત જૈશના 3 આતંકીઓ માર્યા ગયા હતાં. અથડામણમાં સેનાના એક મેજર અને ચાર સુરક્ષાકર્મીઓ શહિદ થયા હતાં. 


પુલવામાના પિંગલાન વિસ્તારમાં થયેલી આ ભીષણ અથડામણમાં ગોળી લાગવાથી એક નાગરિક પણ માર્યો ગયો હતો. અત્રે જણાવવાનું કે 14મી ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલાની એક બસ પર જૈશ એ મોહમ્મદના આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકો ભરેલી ગાડી અથડાવી હતી જેમાં 40 જવાનો શહીદ થયા હતાં. આ હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...