નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ગત રાતથી અથડામણ ચાલુ છે. જેમાં સુરક્ષાદળોએ હંદવાડાના બાંદરપેઈ વિસ્તારમાં એક આતંકીને આજે સવારે ઠાર કર્યો. આ સાથે જવિસ્તારમાં એક વધુ આતંકી છૂપાયેલો હોવાની આશંકા પર સર્ચ ઓપરેશન સતત ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયુસેનાએ એર સ્ટ્રાઈકની તસવીરો ભારત સરકારને આપી, આતંકી કેમ્પને ખુબ નુકસાન-સૂત્ર


આ અથડામણ બુધવારે રાતે 9.32 કલાકે શરૂ થઈ હતી. સુરક્ષાદળોને વિસ્તારમાં આતંકી છૂપાયેલા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. ત્યારબાદ આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી રાખ્યો છે અને આ સાથે જ વિસ્તારમાં સુરક્ષા કારણોસર ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી  દેવાઈ છે. બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...