નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કુલગામના મોહમ્મદપુરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જેમાં સુરક્ષા દળો દ્વારા એક આતંકીને ઠાર મરાયો છે. સુરક્ષા દળોને આ વિસ્તારમાં 2 થી 3 આતંકી છુપાયા હોવાની માહિતી મળી હતી, જેના આધારે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં આતંકવાદીઓએ સેના પર અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. એન્કાઉન્ટરના પગલે આ વિસ્તારની ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના જંગલોમાં પણ મંગળવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક પાકિસ્તાની નાગરિક સહિત જૈશ-એ-મોહમ્મદના આતંકીને ઠાર મારાયા હતા. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, જિલ્લાના કોકરનાગના કચવાન વન વિસ્તારમાં આતંકીઓની હાજરીની ગુપ્ત સુચના મળ્યા પછી અહીં ધરપકડ અભિયાન ચલાવાયું હતું. 


પોલીસે જણાવ્યું કે, માર્યા ગયેલા બે આતંકીમાંથી એકની ઓળખ નઝીર મીર તરીકે થી છે. તે અનંતનાગરનો રેહવાસી છે. અથડામણ સ્થળેથી મળેલી સામગ્રી મુજબ અન્ય વ્યક્તિ પાકિસ્તાની નાગરિક હતો. 


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...