નવી દિલ્હીઃ ઝારખંડના ચર્ચાસ્પદ આઈએએસ અધિકારી પૂજા સિંઘલ પર ઈડીએ કાર્યવાહી કરી છે. મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીએ આઈએએસ અધિકારી પૂજા સિંઘલની ધરપકડ કરી છે. ઈડીએ કલાકોની પૂછપરછ બાદ અધિકારીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે ઈડીએ પૂજા સિંઘલ અને તેના નજીકના વ્યક્તિઓ પર રાંચી અને અન્ય જગ્યાએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઈડીને 19 કરોડથી વધુ રોકડ અને ઘણા મહત્વના દસ્તાવેજ મળ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષો જૂનો છે કેસ
હવે જે જાણકારી મળી તે પ્રમાણે આ કેસ ઘણા વર્ષ જૂનો છે. ઝારખંડમાં વર્ષ 2009-2010માં મનરેગા કૌભાંડ થયું હતું. તે મામલાને લઈને ઈડીએ થોડા દિવસ પહેલા ઝારખંડ, હરિયાણા, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં દરોડો પાડ્યા હતા. આ દરોડા દરમિયાન 19.31 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. ઈડીએ 19.31 કરોડ રૂપિયામાંથી 17 કરોડ ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટના આવાસથી જપ્ત કર્યા હતા. જ્યારે બાકી રૂપિયા એક કંપનીમાંથી મળ્યા હતા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube