Maharashtra Politics: શિવસેના સાંસદ સંજય રાઉતના ઘરે ED ટીમ પહોંચી, આ મામલે કરી રહી છે પૂછપરછ
આરોપ છે કે પ્રવીણની પત્નીના ખાતામાંથી સંજય રાઉતની પત્નીના ખાતામાં પૈસા ટ્રાંસફર થયા. તો બીજી તરફ સુજીત પાટકર અને સંજય રાઉતની પુત્રી એક ટ્રેડિંગ ફર્મમાં ભાગીદાર છે. આ ઉપરાંત પાટકરની પત્ની અને સંજય રાઉતની પત્ની પર જમીન ભાગીદારીનો આરોપ છે.
Maharashtra Politics: શિવસેના રાજ્યસભા સાંસદ સંજય રાઉતના ઘરે ઇડીએ રવિવારે રેડ પાડી. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તપાસમાં સહયોગ ન કરવા બદલ ઇડીની ટીમ સંજય રાઉતના ઘરે પહોંચી છે. મળતી માહિતી અનુસાર પાત્રા ચોલ જમીન કૌભાંડ સાથે સંકળાયેલાઅ મની લોન્ડ્રીંગ કેસમાં ઇડીને સહયોગ ન કરવાના લીધે ઇડી, સાંસદના ઘરે પહોંચી છે. શિવસેના નેતાના ઘરે ઇડીની પહોંચતાં ભાજપના નેતા રામકદમે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કોઇ નેતા છે, એટલા માટે તેમની તપાસ નહી થાય, આમ ન થઇ શકે. સમાચાર પત્ર સામના ચલાવી રહ્યા છે પરંતુ તેમની તપાસનો સામનો કરી શકતા નથી. દેશમાં કોઇ પણ હોય, જેણે ખોટું કામ કર્યું છે, તેના વિરૂદ્ધ કાર્યવાહી થશે.
આ પહેલાં 20 જુલાઇના રોજ તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ દિલ્હીમાં ચાલી રહેલા સંસદના મોનસૂન સત્રનો હવાલો આપીને તે ઇડી અધિકારીઓ સમક્ષ હાજર થયા ન હતા. ગત અઠવાડિયે રાઉતના વકીલે ઇડીના અધિકારીઓને અપીલ કરી કે તેમના અસીમને ઓગસ્ટના પહેલાં અઠવાડિયામાં સમન જાહેર કરવામાં આવે પરંતુ ઇડીએ તેમને ફક્ત એકફ અઠવાડિયાનો સમય આપ્યો હતો.
શું છે પત્રા ચોલનો મામલો
પત્રા ચોલની વાત કરીએ તો વર્ષ 2007 માં ગુરૂ આશીષ કંસ્ટ્રક્શનને ચોલ વિકસિત કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ યોજના અંતગર્ત 47 એકરની જમીન પર ચોલની જગ્યાએ ફ્લેટ બનાવી દિધા. કરાર અનુસાર ચોલના નિવાસીઓને 672 ફ્લેટ આપવાના હતા. તેના માટે 3,0000 ફ્લેટ મ્હાડાને આપવાના હતા. કરાર અનુસાર બાકી જમીન પર કંસ્ટ્રક્શન કંપની ઘર બનાવીને વેચી શકે છે.
જોકે આ મામલે આરોપ છે કે 47 એકર જમીન, 1037 કરોડ રૂપિયામાં વેચવામાં આવી. આરોપ અનુસાર કંપનીએ ફ્લેટ બનાવ્યા નહી. આ મામલે ઇડીએ પ્રવીણ રાઉત અને તેના સાથી સુજીત પાટકર પર કેસ દાખલ કર્યો. પ્રવીણ રાઉત, ગુરૂ આશીષ, કંસ્ટ્રક્શન કંપનીના પૂર્વ ડાયરેક્ટર છે. માનવામાં આવે છે કે પ્રવીણ રાઉત, સંજય રાઉતના મિત્ર છે.
આરોપ છે કે પ્રવીણની પત્નીના ખાતામાંથી સંજય રાઉતની પત્નીના ખાતામાં પૈસા ટ્રાંસફર થયા. તો બીજી તરફ સુજીત પાટકર અને સંજય રાઉતની પુત્રી એક ટ્રેડિંગ ફર્મમાં ભાગીદાર છે. આ ઉપરાંત પાટકરની પત્ની અને સંજય રાઉતની પત્ની પર જમીન ભાગીદારીનો આરોપ છે.