નવી દિલ્હીઃ મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ના દરોડામાં સત્યેન્દ્ર જૈનના સંબંધીના ઘરેથી મોટી માત્રામાં રોકડ અને સોનું મળી આવ્યું છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન હાલ ઈડીની કસ્ટડીમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણવા મળી રહ્યું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને સત્યેન્દ્ર જૈનના એક સંબંધીના ઘરેથી 2.82 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યાં છે. આ સાથે એક કિલોથી વધુ સોનું મળ્યું છે, જેમાં 133 સોનાના સિક્કા સામેલ છે. 


મહત્વનું છે કે ઈડીએ સોમવારે આપ સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કથિત હવાલા ડીલ સાથે જોડાયેલી મની લોન્ડ્રિંગ તપાસ હેઠળ તેના ઘર અને અન્ય જગ્યાએ દરોડા પાડ્યા હતા. 57 વર્ષીય સત્યેન્દ્ર જૈનની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 30 મેએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને 9 જૂન સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. 


સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં અત્યાર સુધી 8ની ધરપકડ, SITએ 4 શૂટર્સની કરી ઓળખ


તપાસમાં સામે આવ્યું કે 2015 અને 2016 દરમિયાન જ્યારે સત્યેન્દ્ર કુમાર જૈન એક લોક સેવલ હતા, ત્યારે તેમની માલિકી અને નિયંત્રણવાળી કંપનીઓને કોલકત્તાના એન્ટ્રી ઓપરેટરને હવાલા દ્વારા મોકલેલી રકમને શેલ કંપનીઓથી 4.81 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળ્યાં હતા. 


EDએ કહ્યું હતું કે આ રકમનો ઉપયોગ જમીનની સીધી ખરીદી અથવા દિલ્હી અને તેની આસપાસની ખેતીની જમીન ખરીદવા માટે લેવામાં આવેલી લોનની ચુકવણી માટે કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ કહ્યું કે જપ્ત આદેશમાં નામિત વ્યક્તિ જૈનના સહયોગી અને પરિવારના સભ્ય છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


જુઓ LIVE TV