વિકાસ દુબેની સંપત્તિને તપાસ કરશે ED, UP પોલીસ પાસે માંગી જાણકારી
ઇડીએ શનિવારે કાનપુર પોલીસ હત્યાકાંડના મુખ્ય આરોપી વિકાસ દુબે અને તેની સાથે જોડાયેલા લોકોની સંપત્તિઓની તપાસ શરૂ કરી દીધી છે. ઇડીએ યુપી પોલીસ પાસે તેની સાથે સંકળાયેલી જાણકારી માંગી છે.
કાનપુર: ઇડીએ શનિવારે કાનપુર પોલીસ હત્યાકાંડના મુખ્ય આરોપી વિકાસ દુબે અને તેની સાથે જોડાયેલા લોકોની સંપત્તિઓની તપાસ શરૂ કરી દીધી છે. ઇડીએ યુપી પોલીસ પાસે તેની સાથે સંકળાયેલી જાણકારી માંગી છે.
ઇડીએ વિકાસ દુબે, તેના પરિવારના સભ્યો અને સહયોગીઓ ઉપરાંત અપરાધિક ગતિવિધિઓમાં તેનો સાથ આપનારની જાણકારી યૂપી પોલીસ પાસે માંગી છે. આ ઉપરાંત આ બધાની વિરૂદ્ધ આપરાધિક કેસની હાલની સ્થિતિની જાણકારી પણ માંગી છે.
વિકાસ દુબે પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
તમને જણાવી દઇએ કે વિકાસ દુબેને ગત 3 વર્ષમાં 15 દેશોનો પ્રવાસ કર્યો છે. પોલીસ સૂત્રોના અનુસાર વિકાસ દુબેએ દુબઇ અને થાઇલેન્ડમાં પેન્ટહાઉસ ખરીદ્યું છે અને તાજેતરમાં જ લગભગ 20 કરોડની પ્રોપર્ટી ખરીદી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇડીના સૂત્રોના અનુસાર 5,2000 કરોડની પ્રોપર્ટી વિકાસ દુબે પાસે હોઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube