કોલકાતા : ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની કાર્યપ્રણાલી મુદ્દે અલગ અલગ રાજનીતિક દળ હંમેશાથી જ નિશાન સાધતા રહ્યા છે. 2014ની લોકસભા ચૂંટણી બાદથી જ તેના પર સવાલો ઉઠાવનારાની સંખ્યા વધી ગઇ છે. જો કે હવે કોલકાતાની એક એન્જીનિયરિંગ વિદ્યાર્થીએ અનેક ખુબીઓ વાળું ઇવીએમ બનાવવાનો દાવો કર્યો છે. અહીની એક ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનિયરિંગ એન્ડ મેનેજમેન્ટના વિદ્યાર્થી રાકેશ શીલે દાવો કર્યો કે, તેમની બનાવેલી મોડીફાઇડ ઇવીએમથી કોઇ પણ પ્રકારનો ગોટાળો શક્ય નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિરડી જનારા કરોડો ભક્તોને Railwayની મોટી ભેટ, સરળતાથી થઇ શકશે દર્શન

રાકેશ શીલ તૃતીય વર્ષનો ઇલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે. ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જીનિયરિંગ એન્ડ મેનેજમેન્ટની તરફથી કોલકાતાનાં સોલ્ટ લેક સેક્ટર Vમાં એખ વર્કશોપ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. જે 25 જાન્યુઆરી સુધી ચાલસે. આ મોડીફાઇડ ઇવીએમ આ પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. તેને બનાવનારા રાકેશનો દાવો છે કે તેનાથકી મતદાતાઓની સાથે કોઇ પણ પ્રકારનો ગોટાળો હની થઇ શકે. લોકો પોતાનો વોટ પોતે જ આપી શકશે. કોઇ પણ બીજી વ્યક્તિ કોઇ અન્યનો વોટ નહી આપી શકે. 


વીડિયોકોન લોન કેસ: ચંદા કોચરની વિરુદ્ધ CBIએ દાખલ કર્યો કેસ, અનેક સ્થળે દરોડા

એક વખત મતદાન કર્યા બાદ તે વ્યક્તિ ફરીથી મતદાન કરવા માટે આવે તો તે પકડાઇ જશે. કારણ કે તેની ફિંગરપ્રિંટ પહેલાથી જ તેમાં નોંધાયેલી છે. આ પ્રક્રિયા આધારકાર્ડ સાથે જ જોડાયેલી રહેશે. વિદ્યાર્થીનો દાવો છે કે,મતદાતાને કોઇ પણ પ્રકારની અંગત માહિતી લીક નહી થાય. કારણ કે મતગણતરી પહેલા સમગ્ર ફિંગપ્રિંટ ડેટા ડિલીટ થઇ જશે. ત્યાર બાદ જ મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે.