એન્જીનિયરે જોબ છોડીને રોડ પર લગાવી બિરયાનીની લારી, કમાણી જાણીને ચોંકી જશો
આપણામાંથી મોટાભાગના લોકો પોતાની 9 થી 5 ની નોકરીથી અસંતોષ અનુભવતા હશે, પરંતુ કંઇક નવું કરવા મઍટે એક સ્થિર જીવનને પાછડ છોડવાની હિંમત થતી નથી. જોકે હરિયાણાના સોનીપતમાં બે એન્જીનિયરોએ પોતાની નોકરી છોડીને ફૂડ બિઝનેસમાં એન્ટ્રી કરવાનો નિર્ણય કર્યો. તે પણ પોતાના પગારથી નાખુશ હતા.
Weird News: આપણામાંથી મોટાભાગના લોકો પોતાની 9 થી 5 ની નોકરીથી અસંતોષ અનુભવતા હશે, પરંતુ કંઇક નવું કરવા મઍટે એક સ્થિર જીવનને પાછડ છોડવાની હિંમત થતી નથી. જોકે હરિયાણાના સોનીપતમાં બે એન્જીનિયરોએ પોતાની નોકરી છોડીને ફૂડ બિઝનેસમાં એન્ટ્રી કરવાનો નિર્ણય કર્યો. તે પણ પોતાના પગારથી નાખુશ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એન્જીનિયર્સ રોહિત અને સચિને મળીને એક વેજ બિરયાની બિઝનેસ શરૂ કર્યો અને રસ્તા કિનારે લારી લગાવી. તેમણે દાવો કર્યો કે તે 9 થી 5 ની નોકરીના બદલે આ કરીને ખુશ છે. તેમણે પોતાના સ્ટોલનું એન્જીનિયરની વેજ બિરયાની રાખ્યું છે.
એન્જીનિયરિંગનો અભ્યાસ કરીને ખોલી બિરયાની શોપ
અત્રે ઉલ્લેખનીય છે કે બંને એન્જીનિયર્સે પાંચ વર્ષથી વધુ સમય સુધી એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યો. રોહિત જ્યાં પોલિટેક્નિકના વિદ્યાર્થી હતા, તો બીજી તરફ સચિને બી ટેકનો અભ્યાસ કર્યો છે. જોકે તેમણે પોતાની નોકરીથી અસંતોષ હતો જેથી તેમણે બિરયાની વેચવાનો નિર્ણય કર્યો. હવે દાવો કરે ચેહ કે તે ખુશી અનુભવે છે અને તેમનો બિઝનેસ સારી કમાણી કરાવે છે. તેમણે પોતાની લારીને એકદમ શાનદાર રીતે તૈયાર કરી છે.
રોહિત શર્માનું ક્લીન સ્વીપનું સપનું સાકાર કરશે આ જાદુઇ બોલર! શ્રીલંકા માટે બનશે કાળ
લારી પર એન્જીનિયર્સ વેચી રહ્યા છે વેજ બિરયાની
જ્યારે ખાવાની વાત આવે છે, તો તે કહે છે કે તેમની બિરયાની ઓઇલ ફ્રી હોય છે. કસ્ટમર્સને હાફ અને ફૂલ પ્લેટ માટે ક્રમશ: 50 રૂપિયા અને 70 રૂપિયા ખર્ચ કરવાના હોય છે. તે બે પ્રકારની બિરયાની વેચે છે. સ્પેશિયલ ગ્રેવી વેજ બિરયાની અને અચારી વેજ બિરયાની. તેમનો દાવો છે કે તે સારી ક્વોલિટીના ચોખાનો ઉપયોગ કરે ચે. તેમનો પ્રયત્ન રંગ લાવ્યો છે, કારણ કે વેજ બિરયાની ગ્રાહકો માટે એક મોટી હિટ બની ગઇ છે, જેથી તેમને સારા પૈસા મળી રહ્યા છે.
હવે તે પોતાના બિઝનેસને વધારવાની યોજના બનાવી રહ્યા છે. વિશાલે ઝી ન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું કે 'લારી દ્વારા દરરોજ 4 હજારથી વધુની કમાણી થાય છે અને દર મહિને 1 લાખ 20 હજાર રૂપિયાથી વધુ કમાણી કરી લે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube