ભારતના આ સ્થળ પર આવીને સ્વર્ગ જેવી શાંતિની અનુભૂતિ થશે તેની ગેરેન્ટી
ઉત્તર ભારતમાં મોસમના બદલાતા મિજાજની વચ્ચે તમે વેકેશન એન્જોય કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હશો. આ વખતે જો તમે ખાસ વેકેશનની શોધ કરી રહ્યા છો, તો દક્ષિણ ભારતના પોંડિચેરી જવાનું જરૂર પ્લાનિંગ કરો. અહીં તમે બદલાતા મોસમની સાથે આધ્યાત્મિકતાના શીર્ષ સ્થાન શ્રી અરવિંદ આશ્રમમાં પણ કેટલાક દિવસો રોકાઈ શકો છો. ફ્રેન્ચ આર્કિટેક્ચવાળા આ સુંદર શહેરમાં તમને ફરવાના અનેક ઓપ્શન મળી રહેશે. જેમાં ચર્ચ, કેટલાક મ્યૂઝિયમ, મંદિરો ઉપરાંત ઓરોવિલ શહે છે, જેને મહર્ષિ અરવિંદના આધ્યાત્મિક સહયોગિની શ્રી મા (મીરા અલ્ફાંસા)એ 1968માં વસાવ્યું હતું.
શ્રી અરવિંદ આશ્રમ અને પાસે વસેલા ઓરોવિલ શહેરમાં સમગ્ર દુનિયામાંથી લોકો મહર્ષિ અરવિંદના આધ્યાત્મકને જાણવા અને સમજવા માટે શાંતિ મેળવવા આવે છે. આમ, તો દક્ષિણ ભારતનું આ શહેર શાંત અને રમણીય કહેવાય છે. જ્યારે ઉત્તર ભારતમાં થરથર કંપાઈ જાય તેવી ઠંડી છે, ત્યારે સમુદ્રની પાસે આવેલ આ શહેરનું તાપમાન તમને ક્યારેક ક્યારેક ગરમીનો અહેસાસ કરાવવા પૂરતું છે. નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુદી પોડિંચેરી ફરવા માટે યોગ્ય સમય માનવામાં આવે છે.
પોડિંચેરીમાં આવેલ અરવિંદ આશ્રમ (તસવીર સાભાર - sriaurobindoashram.org)
શ્રી અરવિંદ આશ્રમ
ભારતના આધ્યાત્મિક રાષ્ટ્રવાદના વાહક ગણાતા શ્રી અરવિંદે રાજનીતિમાંતી સંન્યાસ લીધા બાદ તાત્કાલિક ફ્રેન્ચ આધિપતિવાળા પોડિંચેરીમાં યોગનો અભ્યાસ કરવાનો પ્રારંભ કર્યો હતો. જેને તેમણે પૂર્ણ યોગનું નામ આપ્યું હતું. 1920માં તેમણે આશ્રમની દેખરેખ શ્રી માને સોંપીને તમારી સાધના માટે જતા રહ્યા હતા. જે દરમિયાન શ્રી અરવિંદ માત્ર દર્શન દિવસના પ્રસંગે જ સામાન્ય લોકોને મળતા હતા. અહીં સમગ્ર દુનિયાભરના 3000 લોકો પૂર્ણ યોગની સાધના કરનારા આશ્રમમાં રહે છે. જે અહીં આવેલ અનેક સંસ્થાનોમાં કામ કરી રહેલ સાધક શ્રી અરવિંદના બતાવવામાં આવેલ કર્મ યોગનું પાલન કરી રહ્યાં છે. શ્રી અરવિંદના શિક્ષા પર આધારિત વિશ્વનું અનોખુ સ્કૂલ શ્રી અરવિંદ ઈન્ટરનેશનલ સેન્ટર ઓફ એજ્યુકેશન છે. જ્યાં આત્માની શિક્ષાની વાત કરવામાં આવે છે.
ઓરોવિલ સ્થિત માતૃમંદિર (તસવીર સાભાર - auroville.org.in)
ઓરોવિલ
ઓરોવિલમાં દુનિયાભરમાં અનેક લોકો આવીને વસ્યા છે. 1968માં ફ્રાન્સથી આવેલ શ્રી માએ દુનિયાના દરેક દેશની માટીની સાથે એ દેશના પ્રતિનિધિઓને બોલાવીને આ મહાનગરના સ્થાપનાની જાહેરાત કરી હતી. જે સમગ્ર દુનિયામાં ભારતની એક્તાને જોઈ શકે. હાલ અહીં સમગ્ર વિશ્વના અંદાજે 50 દેશોના લોકો સાથે રહે છે. અહીં કેટલાક દિવસો વિતાવીને તમે જીવનને અલગ રીતે જીવવાની અને સમજવાના પ્રયાસો કરી શકો છો.
પોડિંચેરીનો એક બીચ
આ ઉપરાંત અહીં આસપાસ અનેક સુંદર બીચ પણ છે. જેમાં સેરેનિટી બીચ, પ્રોમેનાડે બીચ, પારાડાઈઝ બીચ, માહે બીચ તથા કરાયકલ બીચ સામેલ છે. અહીં રોકાવા માટે શ્રી અરવિંદ આશ્રમ ઉપરાંત અનેક હોટલ પણ છે. પરંતુ પહેલા બુકિંગ કરાવી લેવાતી અસુવિધાથી બચાવી શકાય છે. પોડિંચેરી જવા માટે સૌથી નજીકનું ચેન્નાઈ એરપોર્ટ છે. જે અહીંથી 135 કિલોમીટર છે. અહીં ચેન્નાઈથી ટ્રેન દ્વારા જઈ શકાય છે. તો બસ સુવિધા પણ અવેલેબલ છે.