અયોધ્યામાં થઇ રહ્યું છે વાતાવરણ તંગ, સુપ્રીમ આર્મીને ફરજંદ કરે: અખિલેશ યાદવ
સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપ ન તો સુપ્રીમ કોર્ટમાં વિશ્વાસ ધરાવે છે ન તો સંવિધાન અંગે તે ગમે તે હદ સુધી જઇ શકે છે
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રામ મંદિરના મુદ્દે રાજકારણ ગરમાઇ રહ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ મુદ્દે સુનવણી જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકાર પર અધ્યાદેશ લાવવાનું દબાણ સતત વધી રહ્યું છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, તેને ન તો સુપ્રીમ કોર્ટ પર ભરોસો છે ન તો સંવિધાન પર. ભાજપ કઇ હદ સુધી જઇ શકે છે. ઉત્તરપ્રદેશ, ખાસ કરીને અયોધ્યાનું વાતાવરણ જે પ્રકારે બદલાઇ રહ્યું છે તેને જોતા સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લેવું જોઇએ અને જરૂર પડે આર્મીને ફરજંદ કરવી જોઇએ.
બીજી તરફ 22 નવેમ્બરે વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ)એ 25 નવેમ્બરે અયોધ્યામાં ધર્મસભાના આયોજનની જાહેરાત કરી દીધી છે. વિહિપે આ રામ મંદિર નિર્માણ મુદ્દે અંતિમ ધર્મસભા ગણાવી છે. વિહિપની તરફથી આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રામ મંદિર નિર્માણ માટે આ ધર્મ સભા અંતિમ સંદેશ છે. વિહિપના અવધ પ્રાંતના સંગઠન મંત્રી ભોલેન્દે નિવેદનમાં લોકોને આહ્વાન કર્યું કે, તેઓ તમામ 25 નવેમ્બરે અયોધ્યા પહોંચશે. આ દિવસે અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનાવવા માટે અંતિમ ધર્મસભા થઇ રહી છે, મંદિર નિર્માણ થશે.
વિહિપના અવધ પ્રાંતના સંગઠન મંત્રી ભોલેન્દે નિવેદનમાં લોકોને આહ્વાન કર્યું કે, તેઓ તમામ 25 નવેમ્બરે અયોધ્યા પહોંચે. આ દિવસે અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનાવવા માટે અંતિમ ધર્મસભા થઇ રહી છે. ત્યાર બાદ ધર્મસભા નહી થાય. મંદિરનું નિર્માણ જ થશે. વિહિપના સંગઠન મંત્રીએ વિપક્ષી દળો પર નિશાન સાધતા કહ્યું કે, આ ધર્મ સભા શ્રીરામના વિરોધીઓને જનેઉ પહેનીને હિંદુ બનીને માનસરોવરની યાત્રા કરનારાઓ અને રામ નામનો દુપટ્ટો ઓઢીને રામ મંદિરનો વિરોધ કરનારા તમામ લોકો માટે અંતિમ સંદેશ છે.