Great Rulers and Warriors in the History of Hindustan:​ હિન્દુસ્તાન દુનિયાનો બીજા નંબરનો સૌથી વધુ વસ્તીવાળો લોકતાંત્રિક દેશ છે. આ લોકતંત્રના કારણે આપણને વાત કહેવાની પૂરી આઝાદી છે. નસીબદાર છીએ કે, હિન્દુસ્તાન જેવા મહાન દેશમાં આપણે જન્મ લીધો. સાથે જ એવા યોદ્ધાઓનો અને શાસકોનો આભાર માનવો જોઈએ, જેણે હિન્દુસ્તાનને વિશ્વના મંચ પર શક્તિશાળી દેશના રૂપમાં રજૂ કર્યુ. આજે અમે હિન્દુસ્તાનનાં ઈતિહાસના એવા શક્તિશાળી શાસકો અને યોદ્ધાઓની વાત કરવાના છે, જેમણે દરેક સદીના યુવા માટે એક જીવંત ભારતની મિસાલ રજૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. છત્રપતિ શિવાજી મહારાજ:
બાળપણથી જ આપણે છત્રપતિ શિવાજી મહારાજની બહાદૂરીની વાર્તાઓ સાંભળતા આવ્યા છે. શિવાજી હિન્દુસ્તાનનાં એક મહાન રાજા અને રણનીતિકાર હતા. 1674માં તેમણે મરાઠા સામ્રાજ્યની ઈંટ રાખી હતી. ઘણા વર્ષો સુધી મુગલ સામ્રાજ્યમાં યોદ્ધાની જેમ સંઘર્ષ કર્યા બાદ 1674માં રાયગઢમાં તેમનો રાજ્યભિષેક કર્યો હતો. જ્યારબાદ તેઓ છત્રપતિ શિવાજી મહારાજ બની ગયા. હિન્દુ રાજનૈતિક પ્રથાઓ તથા દરબારી શિષ્ટાચારોને ફરીથી જીવંત કરનારા શિવાજી મહારાજ જ હતા. સાથે જ મરાઠી અને સંસ્કૃતને રાજકાજની ભાષાનો દરજ્જો આપ્યો હતો.


2. મહારાણા પ્રતાપ:
હિન્દુસ્તાનનાં મહાન શૂરવીરોમાં મહારાણા પ્રતાપને કેવી રીતે ભૂલી શકાય. રાજપૂતોની શાન વધારનારા મહારાણા પ્રતાપ સાહસી યોદ્ધાઓમાંના એક હતા. મેવાડને દિલ્લીમાં ભેળવી દેવાના અકબરના અનેક પ્રસ્તાવને મહારાણા પ્રતાપે ઠુકરાવ્યો હતો. એટલુ જ નહીં જીવનનાં છેલ્લા શ્વાસ સુધી તેમણે મેવાડને અકબરનાં તાબે થવા દીધુ ન હતુ.


3. રાજા પૃથ્વીરાજ ચૌહાણ:
રાજા પૃથ્વીરાજ ચૌહાણ દિલ્લી પર શાસન કરવાવાળાં છેલ્લા સ્વતંત્ર હિંદૂ રાજાઓમાંના એક હતા. એવા રાજા જેની વીરગાથાઓ સાંભળી સાંભળીને આપણે મોાટા થયા છે. કહેવાય છે કે, 1179માં એક યુદ્ધ દરમિયાન તેમના પિતાનું મૃત્યુ થયુ હતુ. જ્યારબાદ પૃથ્વીરાજ ચૌહાણ સિંહાસન પર બેઠા હતા.  શહાબુદ્દીન મુહમ્મદ ગોરી સાથે થયેલુ તેમનું યુદ્ધ હંમેશા હંમેશા માટે ઈતિહાસનાં પાનાઓમાં કેદ થઈ ગયુ.


4. ચંદ્રગુપ્ત મૌર્ય:
ચંદ્રગુપ્ત મૌર્યએ ન માત્ર મૌર્ય વંશની સ્થાપના કરી હતી, પરંતુ તેમને હિન્દુસ્તાનનાં મુખ્ય રાજાનાં રૂપમાં પણ ઓળખવામાં આવે છે. મહાન રણનીતિકાર ચાણક્ય તેમના ગુરુ હતા. ચાણક્યની છત્રછાયામાં રહીને તેમણે પોતાને વિકસીત કર્યા અને 20 વર્ષની ઉંમરથી જ યુદ્ધના મેદાનમાં ફતેહ મેળવવાની શરૂઆત કરી હતી.


5. સમ્રાટ અશોક:
સમ્રાટ અશોકને ભારતના  મહાન શાસક અને શક્તિશાળા રાજાના રૂપમાં ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે, તેઓ મોર્ય વંશના ત્રીજા શાસક હતા. જેમણે શરૂઆતના તબક્કામાં જ પોતાની શક્તિઓનો પરિચય આપ્યો હતો. એટલુ જ નહીં, વિદેશોમાં બુદ્ધ ધર્મનો પ્રચાર કરવામાં સમ્રાટ અશોકનું મોટુ યોગદાન હતું.


6. મહારાજા રણજીત સિંહ:
કહેવામા આવે છે કે, શિખ સાસનની શરૂઆત મહારાજા રણજીત સિંહે કરી હતી. 19મી સદીમાં પોતાના શાસનની શરૂઆત કરવાવાળાં મહારાજા રણજીત સિંહે ખાલસા નામના એક સંગઠનનું નેતૃત્વ પણ કર્યુ હતુ. સૌથી પહેલા તેઓ નાના-નાના ગ્રુપમાં વિભાજીત થયેલા શિખોને એકસાથે લાવ્યા અને રાજ્ય વધારવાનું શરૂ કર્યુ. એટલુ જ નહીં, તેમણે અફઘાનીઓ સામેની અનેક જંગ પણ જીતી હતી.


7. કૃષ્ણદેવરાય:
કૃષ્ણદેવ રાય ભારતના એ રાજાઓમાંના એક છે, જેમની બુદ્ધિમત્તાના બધા કાયલ છે. તેઓ પોતાના મગજનો ઉપયોગ એક હથિયારની જેમ કરતા હતા. આ માટે અકબર પણ તેમને ખૂબ જ પસંદ કરતા હતા. તેઓ એક શક્તિશાળી યોદ્ધા ઉપરાંત વિદ્વાન પણ હતા. પોતાના જીવનકાળમાં તેમણે તેલુગુનાં પ્રસિદ્ધ ગ્રંથ ‘અમુક્તમાલ્યદ’ની રચના પણ કરી હતી. તેઓ જાણતા હતા કે, રાજ્યને વધારવા માટે પ્રજાને ખુશ રાખવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે કોઈપણ નિર્ણય ખૂબ જ શાંતિપૂર્વક લેતા હતા. હાલનું હમ્પી તેમની જ દેન છે.


8. સમ્રાટ બહાદૂર શાહ જફર:
બહાદૂર શાહ જફરનો જન્મ 1775માં દિલ્લીમાં થયો હતો. તેઓ અકબર શાહ દ્વિતીયનાં બીયજા નંબરનાં પુત્ર હતા. ઈતિહાસ અનુસાર, તેઓ ભારતના અંતિમ મુગલ સમ્રાટ હતા. કહેવાય છે કે, તેઓ હિંદુસ્તાનની રાજનીતિમાં સૌથી વધુ સૂફીવાદ, સંગીત અને સાહિત્યને પ્રોત્સાહન આપ્યુ હતુ.


9. શાહજહાં:
તાજમહલના રૂપમાં દુનિયાને એક અજૂબો આપવા માટે આપણે આજે પણ શાહજહાંના આભારી છે. શાહજહાંની મૃત્યુ એક યુદ્ધ દરમિયાન થઈ હતી અને આજે પણ આપણે તેઓ પ્રભાવશાળી સમ્રાટના રૂપમાં લોકપ્રિય છે.


10. અકબર:
સમ્રાટ અકબર મુગલ સામ્રાજ્યનાં હતા. તેમને હિન્દુસ્તાનનાં મહાન રાજાઓના રૂપમાં પણ જોવામાં આવે છે. તેઓ મુગલ વંશના ત્રીજા શાસક હતા, જેમણે હિન્દુ-મુસ્લિમ બંને ધર્મના લોકોને એકસમાન પ્યાર આપ્યો. કહેવામાં આવે છે કે, અકબર ભણવા માટે શાળાએ ગયા ન હતા, તેમ છતાં તેમને દરેક વિષયની સારી જાણકારી છે. તેમને તલવારબાજી અને ઘોડેસવારીનો પણ શોખ હતો.