મુંબઈઃ સુભાષ ચંદ્રાના એસ્સેલ ગ્રુપ દ્વારા ક્રૂઝલાઈન બિઝનેસમાં ઝંપલાવાની જાહેરાત કરાઈ છે. મુંબઈ ખાતે યોજાયેલી ક્રૂઝ કોન્ક્લેવમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ ખાતે શુક્રવારે ક્રૂઝ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસ્સેલ ગ્રૂપના માલિક સુભાષ ચંદ્રા દ્વારા આ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. એસ્સેલ ગ્રુપ જલેશ ક્રુઝ પ્રાઇવેટ લિમિટેડનાં નામથી ક્રુઝ લાઇન બિઝનેસથી શરૂઆત કરી રહ્યું છે.


[[{"fid":"180995","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ફ્રુઝ ઇન્ડસ્ટ્રીઝનાં જાણીતા દિગ્ગજ જરગમ બૈલોમને કંપનીનાં પ્રેસિડેન્ટ અને CEO બનાવાયા હોવાની પણ જાહેરાત કરાઇ હતી. આ સાથે જ એસ્સેલ ગ્રુપની બિઝનેસ શાખમાં વધારો થશે. નવેમ્બર મહિનામાં ક્રૂઝ ટૂરિઝમ બિઝનેસ શરૂ કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. 


ક્રૂઝ ઈન્ડસ્ટ્રીના આંકડા પ્રમાણે વર્ષ 2017માં બારતમાં લગભગ 2 લાખ લોકોએ ક્રૂઝની મુસાફરીનો આનંદ માણ્યો હતો. એક અંદાજ પ્રમાણે આ વર્ષે આ આંકડો 3 લાખને પાર કરવાની સંભાવના છે. ભારતી સમુદ્રમાં અત્યારે 29 જહાજ ફરી રહ્યા છે અને વૈશ્વિક ક્રૂઝ લાઈનર બિઝનેસમાં ભારતની 1.2 ટકા ભાગીદારી છે.