મહુઆ મોઇત્રાને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવશે! ટીએમસી સાંસદ વિરુદ્ધ એથિક્સ કમિટીમાં પ્રસ્તાવ પસાર
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ એથિક્સ કમિટીમાં પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. રિપોર્ટના પક્ષમાં 6 અને વિરોધમાં 4 મત પડ્યા છે. આ પહેલા એથિક્સ કમિટીમાં મહુઆ મોઇત્રા વિરુદ્ધ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ સાંસદે આ રિપોર્ટના પક્ષમાં મત આપ્યો હતો.
નવી દિલ્હીઃ પૈસા લઈને સવાલ પૂછવાના મામલામાં ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલી વધવાની છે. એથિક્સ કમિટીમાં તૃણમૂલ સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. મહુઆ મોઇત્રા વિરુદ્ધ પ્રસ્તાવ પર પક્ષમાં છ સાંસદોએ મત આપ્યો હતો. તો પ્રસ્તાવ પર વિપક્ષમાં વોટની સંખ્યા 4 રહી. ખાસ વાત છે કે કોંગ્રેસ સાંસદ પરનીત કૌરે પણ પ્રસ્તાવના પક્ષમાં મત આપ્યો છે. કમિટીએ પોતાના પ્રસ્તાવમાં મહુઆને સાંસદના રૂપમાં સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે.
બેઠક બાદ સોનકરે કહ્યુ કે સમિતિના છ સભ્યોએ રિપોર્ટને સ્વીકાર કરવાનું સમર્થન કર્યું અને ચારે તેનો વિરોધ કર્યો. સૂત્રોએ જણાવ્યું કે સમિતિએ મોઇત્રાને લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે. હવે રિપોર્ટ આગળની કાર્યવાહી માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મોકલવામાં આવશે. આ પહેલા મીડિયા રિપોર્ટના હવાલાથી કહેવામાં આવ્યું કે મોઇત્રા વિરુદ્ધ લાગેલા 'પૈસા લઈને પ્રશ્ન પૂછવા સંબંધી આરોપોની તપાસ કરી રહેલી લોકસભાની આચાર સમિતિ રાષ્ટ્રીય સુરક્ષા પર અનૈતિક આચરણની અસર પડવાના આધાર પર તેમને સંસદના નિચલા ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની ભલામણ કરી શકે છે.'
આ પણ વાંચોઃ Ram Temple: રામલલાના દરબારમાં કેમ પહોંચી સરકાર? 1989 ની 9 નવેમ્બર સાથે છે નાતો
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે- ડ્રાફ્ટ રિપોર્ટમાં મોઇત્રાના આચરમની નિંદા કરવામાં આવી છે. તેને 'અત્યંત વાંધાજનક, અનૈતિક, જઘન્ય અને અપરાધી' તરીકે વર્ણવવામાં આવ્યું છે. સરકારને આ મામલે સમયસર કાયદાકીય અને સંસ્થાકીય તપાસ કરવા પણ કહેવામાં આવ્યું છે. એથિક્સ કમિટીમાં કુલ 15 સભ્યો છે. સમિતિમાં ભાજપના સાત, કોંગ્રેસના ત્રણ અને બસપા, શિવસેના, YSR કોંગ્રેસ પાર્ટી, સીપીએમ અને જયદૂના એક-એક સભ્ય સામેલ છે.
મહુઆ વિરુદ્ધ શું હતી ફરિયાદ?
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મોઇત્રા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેમણે મોઇત્રા પર ભેટના બદલે ઉદ્યોગપતિ દર્શન દીરાનંદાનીના ઈશારા પર અદાણી સમૂહને નિશાન બનાવવા માટે લોકસભામાં સવાલ પૂછવાનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા 2 નવેમ્બરે સમિતિની બેઠકમાં હાજર પાંચ વિપક્ષી સભ્યો આ આરોપ લગાવતા બેઠકમાંથી બહાર ચાલ્યા ગયા હતા કે સોનકરે મોઇત્રાની યાત્રા, હોટલમાં રોકાવા અને ટેલીફોન પર વાત કરવાના સંબંધમાં તેમને વ્યક્તિગત અને અશોભનીય પ્રશ્ન પૂછ્યા છે.
આ પણ વાંચોઃ બાપરે..ભારતીયોને રોજ આટલા બધા ફેક મેસેજ મળે છે! આ મેસેજ તો ક્લિક કરો ને એકાઉન્ટ ખાલી
મહુઆએ સ્વીકાર કરી હતી લોગ-ઇન આપવાની વાત
મોઇત્રાએ સ્વીકાર કર્યું હતું કે હીરાનંદાણીએ તેના લોગિનનો ઉપયોગ કર્યો. પરંતુ તેમણે ઓઈ પ્રકારનો આર્થિક લાભ હાસિલ કરવાના આરોપો નકારી દીધા હતા. ટીએમસી સાંસદનું કહેવું છે કે મોટા ભાગના સાંસદ પોતાના લોગિનની વિગતો બીજા સાથે શેર કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube