લંડનઃ સંશોધિત નાગરિકતા કાયદા (CAA)ને લઈને દેશમાં ચાલી રહેલા હંગામા વચ્ચે હવે આ મુદ્દો યુરોપિયન યૂનિયનની સંસદ સુધી પહોંચી ગયો છે. યુરોપિયન સંસદ સીએએ વિરુદ્ધ રજૂ કરાયેલા પ્રસ્તાવ પર ચર્ચા બાદ મતદાન કરશે. સંસદમાં આ સપ્તાહની શરૂઆતમાં યુરોપિયન યૂનાઇટેડ લેફ્ટ/નોર્ડિક ગ્રીન લેફ્ટ (જીયૂઈ/એનજીએલ) સમૂહે પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેના પર બુધવારે ચર્ચા થશે અને તેના એક દિવસ બાદ મતદાન થશે. ભારતે તેના પર આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સત્તાવાર સૂત્રએ કહ્યું કે, નવો નાગરિકતા કાયદો સંપૂર્ણ રીતે ભારતનો આંતરિક મામલો છે. અધિકારીએ કહ્યું, 'અમે આશા કરીએ છીએ કે યુરોપિયન યૂનિયનમાં આ પ્રસ્તાવને લાવનારા અને તેનું સમર્થન કરનારા તમામ લોકો તમામ તથ્યોને સમજવા માટે ભારતનો સંપર્ક કરશે. ઈયૂ સંસદે એવી કાર્યવાહી ન કરવી જોઈએ જેથી લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સંસદના અધિકારો પર સવાલ ઉભા થાય.'


આ પ્રસ્તાવમાં સંયુક્ત રાષ્ટ્રના ઘોષણાપત્ર, માનવ અધિકારની સાર્વત્રિક ઘોષણા (યૂડીએચઆર)ના અનુચ્છેડ 15 સિવાય 2015માં સહી કરાયેલ ભારત-યુરોપિયન સંઘ વ્યૂહાત્મક ભાગીદારી સંયુક્ત ક્રિયા યોજના અને માનવ અધિકારો પર યુરોપિયન સંઘ-ભારય વિષય સંવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 


વિશ્વમાં ઉભુ થશે સંકટ
તેમાં ભારતને અપીલ કરવામાં આવી છે કે સીએએ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોની સાથે 'રચનાત્મક વાતચીત' થાય અને 'ભેદભાવપૂર્ણ સીએએ'ને રદ્દ કરવાની તેની માગ પર વિચાર કરવામાં આવે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, 'સીએએ ભારતમાં નાગરિકતા નક્કી કરવાની રીતમાં ખતરનાક ફેરફાર કરશે. તેમાં નાગરિકતા વિહીન લોકોના સંબંધમાં મોટું સંકટ વિશ્વમાં પેદા થઈ શકે છે અને આ મોટી માનવ પીડાનું કારણ બની શકે છે.'


દેશમાં સીએએનો વિરોધ
સીએએ ભારતમાં પાછલા વર્ષે ડિસેમ્બરમાં લાગૂ કરવામાં આવ્યું હતું, જેને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ભારત સરકારનું કહેવું છે કે નવા કાયદાથી કોઈની નાગરિકતા છીનવવાની નથી પરંતુ તેને પાડોસી દેશોમાં ભેદભાવનો શિકાર થયેલા અલ્પસંખ્યકોની રક્ષા કરવા અને તેને નાગરિકતા આપવા માટે લાવવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


જુઓ LIVE TV