દેશમાં કેમ વધી રહી છે મોંઘવારી, નાણામંત્રી સીતારમણે સંસદમાં આપ્યો જવાબ
Lok Sabha Monsoon Session: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મોંઘવારીને લઈને લોકસભામાં જવાબ આપી રહ્યાં છે. નાણામંત્રીના જવાબ વચ્ચે કોંગ્રેસે વોકઆઉટ કરી દીધુ છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વધતી કિંમતોને લઈને લોકસભામાં જવાબ આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે આશરે 30 સાંસદોએ આજે મોંઘવારીની વાત કહી, પરંતુ ડેટા વગર વધુ રાજકીય એંગલથી કહેવામાં આવ્યું. ઘણા સભ્યોએ જે પણ વાત કહી છે, મને લાગે છે કે કિંમતો વિશે ડેટા-સંચાલિત ચિંતાઓની જગ્યાએ મૂલ્ય વૃદ્ધિ પર રાજકીય એંગલ પર વધુ ચર્ચા હતી તો હું પણ થોડો રાજકીય જવાબ આપવાનો પ્રયાસ કરીશ. તો કોંગ્રેસે મોંઘવારી પર જવાબ વચ્ચે વોકઆઉટ કરી દીધુ હતું. નાણામંત્રીએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધી રહી છે.
તેમણે કહ્યું કે ભારત જે વિકાસ દરને હાસિલ કરવાની આશા કરી રહ્યું હતું, તેમાં કમી આવી છે, પરંતુ આપણે સૌથી ઝડવી વિકાસ કરી રહ્યાં છીએ. મહામારી અને અન્ય વૈશ્વિક મુદ્દા છતાં આપણે ઘણા દેશોની તુલનામાં સારૂ કરી રહ્યાં છીએ. આપણે જોવુ પડશે કે દુનિયામાં શું થઈ રહ્યું છે અને ભારત દુનિયામાં શું સ્થાન રાખે છે. વિશ્વએ આવી મહામારીનો સામનો પહેલા ક્યારેય કર્યો નથી. મહામારીથી બહાર આવ્યા બાદ દરેક કોઈ પોતાના સ્તર પર કામ કરી રહ્યું છે. તેથી હું ભારતના લોકોને તેનો શ્રેય આપુ છું.
Monsoon Session: સંસદમાં મોંઘવારી પર ચર્ચા દરમિયાન આ સાંસદે ખાધુ કાચું રીંગણ, નોંધાવ્યો વિરોધ
તેમણે કહ્યું કે આજે સવારે અમે જુલાઈ મહિના માટે જીએસટી કલેક્શનની જાહેરાત કરી. જુલાઈ 2022માં અમે જીએસટી લાગૂ થયા બાદ અત્યાર સુધીનું બીજુ સૌથી ઉચ્ચત્તમ સ્તર હાસિલ કર્યું છે, જે 1.49 લાખ કરોડ રૂપિયા છે. અહીં સતત પાંચમો મહિનો છે, જ્યારે કલેક્શન 1.4 લાખ કરોડ રૂપિયાથી ઉપર રહ્યું છે. યુપીએ સરકારમાં 22 મહિના સુધી મોંઘવારી 9 ટકા ઉપર રહી હતી. અમે ફુગાવાને 7 ટકા કે તેનાથી ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. જીએસટી અને મેક્રો ડેટાનો હવાલો આપતા નાણામંત્રીએ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા વધુ મજબૂત થઈ રહી છે. તેમણે કહ્યું કે સરકારે ભરેલા પગલા બાદ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે.
પાડોશી દેશોનો કર્યો ઉલ્લેખ
જીએસટી અને મેક્રો ડેટાનો હવાલો આપતા નાણામંત્રી સીતારમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા વધુ મજબૂત થઈ રહી છે. ભારતની પાસે પર્યાપ્ત વિદેશી મુદ્રા ભંડાર છે. શનિવારે રઘુરામ રાજને કહ્યુ કે, RBI એ ભારતમાં વિદેશી મુદ્રા ભંડાર વધારવા, ભારતને પાકિસ્તાન અને શ્રીલંકા જેવા પાડોશી દેશોની સમસ્યાથી બચાવવા માટે સારૂ કામ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube