વ્યાકરણની દ્રષ્ટિએ Whisky અને  Whiskey બન્ને સાચ્ચા છે. બોટલ પર લખવામાં આવેલો વીસ્કિનો સ્પેલિંગ પણ સાચ્ચો છે પરંતુ આ પ્રમાણે સ્પેલિંગમાં ફરક કેમ હોય છે તેનું ધ્યાન કોઈના પર ગયું નહીં હોય અને જો કદાચ ગયું પણ હશે તો કોઈએ આ સ્પેલિંગમાં ફરક કેમ છે તે જાણવાનો પ્રયત્ન નહીં કર્યો હોય. તો આવો અમે તમને જણાવીએ કે આમાં આવી રીતે સ્પેલિંગમાં ફરક કેમ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સ્પેલિંગમાં જે અંતર છે તેનું મુખ્ય કારણ આયરિશ અમે અમેરિકાની કંપનીઓ છે. આયરલેન્ડ અને અમેરિકાની દારૂ બનાવતી કંપનિયો પોતાની વ્હીસ્કિની બ્રાન્ડને અલગ ઓળખ આપવા માટે Whiskyના સ્પેલિંગમાં એક વધુ Eનો ઉપયોગ કરે છે.  આ જ કારણ છે કે અમેરિકાની કંપની જેક ડેનિયલની વ્હિસ્કી બોટલ પર Whiskey લખેલું હોય છે. ઠીક એવી જ રીતે ફેમસ આયરિશ વ્હિસ્કિ બ્રાન્ડ જેમસનની બોટલ પર પણ Whiskey લખેલું હોય છે. જોકે ભારતીય સ્ફોટિશ, જાપાની અને કેનેડાની દારૂ બનાવતી કંપનીયોની બોટલ મસલન-ગ્લેનફિડિક,બ્લેક ડોગ, જોની વૉકર, બ્લેક એન્ડ વ્હાઈટ, એન્ટીક્યૂટી આ બધી અંગ્રજી શરાબની બોટલો જોશો તો તેમાં Whisky જ લખેલું જોવા મળશે..


આયરિશ વ્હિસ્કિ બ્રાન્ડ અને અમેરિકાની કંપનીયો પાતાની બ્રાન્ડન અલગ દર્શાવવા  Whiskey  લખે છે જ્યારે બીજા બધા દેશની અંગેજી શરાબની કંપનીઓ Whisky લખે છે.