કોલકાતાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગલવારે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કોલકાતામાં પાંચમા ઈન્ડિયન ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલને ખુલ્લુ મુક્યું હતું. વડાપ્રધાન મોદીએ સમારોહનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું કે, આ ફેસ્ટિવલમાં વિજ્ઞાન અને માનવ કલ્યાણ ક્ષેત્રે યોગદાના આપનારા નિષ્ણાતોનો મેળાવડો જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, "આ ફેસ્ટિવલનું એવા સમયે આયોજન કરાયું છે જ્યારે ભારત સી.વી. રમન અને જંગદીશ ચંદ્ર બોઝની અનુક્રમે 7 નવેમ્બર અને 30 નવેમ્બરના રોજ જન્મજયંતી ઉજવવા જઈ રહ્યું છે. વિશ્વમાં એવો એક પણ દેશ નહીં હોય જેણે વિજ્ઞાન અને ટેક્નોલોજીની સહાય વગર પ્રગતિ મેળવી હોય. ભારતે અનેક સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિકો આપ્યા છે. વિજ્ઞાનમાં ભારતનો ઈતિહાસ અત્યંત ઉજ્જવળ છે."


પાંચમા ઈન્ડિયન ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલની થીમ "RISEN: રિસર્ચ, ઈનોવેશન એન્ડ સાયન્સ એમ્પાવરિંગ ધ નેશન"(RISEN: Research, Innovation, and Science Empowering the Nation) રાખવામાં આવી છે. 


પાંચમા ઈન્ડિયન ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ પેદા કરવા, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે ભારતે આપેલા ફાળાનું પ્રદર્શન કરવા અને લોકોને તેના ફાયદા કેવી રીતે પહોંચાડી શકા તે હેતુ સાથે કરવામાં આવ્યું છે. સાથે જ વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે જે નવી સર્વસમાવેશક નીતિઓ રચવામાં આવી છે તેના પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો પણ મુખ્ય હેતુ છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....