પત્ની હોય કે ગર્લફ્રેન્ડ 18 વર્ષથી ઓછી ઉમર હશે તો લાગશે POCSO, બાળકોને સમજાવજો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં બ્રિટિશ કાળના ભારતીય દંડ સહિતા, દંડ પ્રક્રિયા સંહિતા (સીઆરપીસી) અને ભારતીય સાક્ષ્ય(પુરાવા) અધિનિયમની જગ્યા લેવા માટે ત્રણ નવા બિલ રજૂ કર્યા છે. જેમાં અનેક કાયદાને બદલ્યા છે, કેટલાક ખતમ કરાયા છે કે નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જેમાંથી એક કાયદો સગીર પત્ની સાથે સંબંધનો પણ છે.
ભારતીય દંડ સંહિતાની કલમ 375 બળાત્કાર સંબંધિત કાયદાઓ સાથે સંબંધિત છે. જો કે, તેમાં એક અપવાદ પણ સામેલ છે જે જણાવે છે કે જો પત્નીની ઉંમર 15 વર્ષથી ઓછી ન હોય અને પતિ તેની પત્ની સાથે સેક્સ કરે તો તેને બળાત્કાર ન કહેવાય. હવે તેમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. હા, ગઈકાલે લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજુ કરાયેલા બિલમાં ઉપરોક્ત નિયમ બદલાયો છે, 'પત્નીની ઉંમર હવે 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ'. સરળ શબ્દોમાં સમજીએ તો, જો પતિ તેની પત્ની સાથે સંબંધ બનાવે છે, તો તેની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ. આ રીતે, નવી જોગવાઈ POCSO એક્ટની સમકક્ષ લાવવામાં આવી છે. પોક્સો, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથેના તમામ જાતીય સંબંધોને ગુનાહિત ગણાવે છે, પછી ભલે તે સેક્સ સહમતિથી હોય.
હવે 18 વર્ષ 'લક્ષ્મણ રેખા'
એ સમજવું પણ જરૂરી છે કે બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006 હેઠળ, લગ્ન માટે લઘુત્તમ વય 18 વર્ષ નક્કી કરવામાં આવી છે જ્યારે ક્રિમિનલ લૉ એમેન્ડમેન્ટ એક્ટ 2013 એ સહમતિથી સેક્સની ઉંમર વધારીને 18 વર્ષ કરી છે.
આ પ્રસ્તાવિત ફેરફાર સાથે સરકાર સુપ્રીમ કોર્ટના 2017ના નિર્ણયને કાનૂની અસર આપવા જઈ રહી છે, જેમાં કોર્ટે IPCની કલમ 375નો ઉલ્લેખ કરીને સગીર પત્નીની સંમતિ વિના સેક્સને બળાત્કાર ગણાવ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું કે પત્ની પોલીસમાં ફરિયાદ કરી શકે છે. જો કે, પછી એવી દલીલ કરવામાં આવી હતી કે આર્થિક રીતે પછાત સમાજોમાં બાળલગ્નના કિસ્સાઓ હજુ પણ આવતા રહે છે.
જો પત્ની પુખ્ત હોય તો...
જો કે, નવા બિલમાં પુખ્ત પત્ની સાથે સહમતિ વિનાના સેક્સને અપરાધ કહેવામાં આવ્યો નથી. ભારતીય ન્યાય સંહિતા અનુસાર, 'જે કોઈ પણ વ્યક્તિ વેશ્યાવૃત્તિ અથવા બાળક સાથે ગેરકાયદેસર સંભોગના હેતુ માટે બાળકને ખરીદે છે, ભાડે રાખે છે અથવા અન્યથા મેળવે છે, તો તેને સાત વર્ષથી ઓછી ન હોય તેવી મુદત માટે કોઈપણ જેલની સજા થશે પરંતુ જે 14 વર્ષ સુધી લંબાવી શકે છે.' સુધી વધારી શકાય છે અને તેણે દંડ પણ ભરવો પડશે. તે એમ પણ જણાવે છે કે જો માતાપિતા અથવા સંભાળ રાખનાર 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકને ઇરાદાપૂર્વક ત્યજી દે છે, તો તેમણે અથવા તેણીને સાત વર્ષ સુધીની મુદત માટે કોઈપણ જેલ અથવા દંડ અથવા બંને સાથે શિક્ષાને પાત્ર થશે. સગીર સાથે બળાત્કારના કેસમાં મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે.
આટલું જ નહીં, કોઈ મહિલા સાથે તેની ઓળખ છુપાવીને લગ્ન કરવા, પ્રમોશન અને નોકરીના ખોટા વચનની આડમાં સેક્સ માણવા પર 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. ગૃહ પ્રધાન અમિત શાહે 1860ના ભારતીય દંડ સંહિતાને બદલવા માટે ભારતીય ન્યાય સંહિતા બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. જેમાં મહિલાઓ સામેના ગુનાઓ સંબંધિત જોગવાઈઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube